આઠમ પર જય ભાનુશાળી-માહી વિજે કન્યા પૂજન કર્યું
મુંબઈ: જય ભાનુશાળી અને માહી વિજને તેમની દીકરી તારાને તૈયાર કરવી ખૂબ ગમે છે અને બંનેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ આ વાતની સાબિતી છે. ૨૦મી એપ્રિલે દુર્ગા અષ્ટમી હતી તો કપલ તેમની દીકરીને તૈયાર ન કરે તેવું કેવી રીતે બને? જય અને માહીએ તારાને વાદળી કલરનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરાવ્યો હતો, આ સિવાય તેણે માંગ ટિક્કો અને બિંદી પણ લગાવી હતી.
ડ્રેસમાં તારા ખૂબ જ ક્યૂટ લાગતી હતી. ૨૦મી એપ્રિલે દુર્ગા અષ્ટમી હતી અને આ પ્રસંગે જય ભાનુશાળી તેમજ માહી વિજે ઘરે કન્યા પૂજન કર્યું હતું. અને તેથી જ તેમણે તારાને કન્યા પૂજન માટે તૈયાર કરી હતી અને પૂજાના સ્થાન પર બેસાડી હતી. માહી વિજે સોશિયલ મીડિયા પર તારાનો વીડિયો શેર કર્યો છે. જેના બેકગ્રાઉન્ડમાં ‘જય માતા દી’ સોન્ગ વાગી રહ્યું છે. એક્ટ્રેસે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘જય માતા દી’. માહી વિજના આ વીડિયો પર અરજી તનેજા, દિવાસના, નિશા રાવલ, કાશ્મીરા શાહ, નેહા મિશ્રા તેમજ ફેન્સે કોમેન્ટ કરી છે
તારા પર પ્રેમ વરસાવ્યો છે. તો રશ્મિ દેસાઈએ લખ્યું છે કે, ‘અલે, તેણે જે રીતે દુપટ્ટો પકડ્યો છે અને ક્વીનની જેમ બેઠી છે તે રીતે આપણે પણ કરી શકતા નથી. જય ભાનુશાળીએ પર તારાનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જય, માહી તેમજ પરિવારના અન્ય સભ્યો તારાને પગે લાગે છે અને આશીર્વાદ લે છે. બેકગ્રાઉન્ડમાં ‘મા શેરાવાલી’ સોન્ગ વાગી રહ્યું છે. આ સાથે જયે લખ્યું છે કે, ‘હેપી કંજક ટુ ઓલ’ આ સિવાય તારાના ઈન્સ્ટાગ્રામ પરથી પણ વીડિયો અને તસવીર શેર કરવામાં આવી છે.
જેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું કેવી લાગી રહી છું’. ઉલ્લેખનીય છે કે, તારાનું ઈન્સ્ટાગ્રામ તેના માતા-પિતા હેન્ડલ કરે છે. માહી વિજ અને જય ભાનુશાળીના ઘરે યોજાયેલા કન્યા પૂજનમાં બંનેની ખાસ ફ્રેન્ડ રશ્મિ દેસાઈ પણ હાજર રહી હતી. રશ્મિએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માહી, જય અને તારા સાથેની કેટલીક તસવીરો શેર કરી છે.