આઠ મહિનામાં નિહારિકાએ છોડ્યો YRKKH શો

મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરિયલ ટીવી સ્ક્રીન પર લાંબા સમયથી ચાલી રહેલી સીરિયલમાંથી એક છે. સીરિયલની શરૂઆત અક્ષરા અને નૈતિકની કહાણીથી થઈ હતી. બંનેની એક્ઝિટ બાદ આશરે સાડા પાંચ વર્ષ સુધી નાયરા અને કાર્તિકની લવ સ્ટોરે દેખાડવામાં આવી. હવે અક્ષરા ગોયંકા અને અભિમન્યુ બિરલાની આસપાસ કહાણી ફરી રહી છે.
YRKKHમાં આવેલા લેટેસ્ટ લીપ બાદ શોમાં મોટાભાગના જૂના એક્ટર્સની એન્ટ્રી થઈ હતી અને નવા એક્ટર્સની એન્ટ્રી થઈ હતી. તેમાંથી એક નિહારિકા ચોક્સી પણ હતી જે હર્ષદ ચોપરા ઉર્ફે અભિમન્યુની પિતરાઈ બહેન નિષ્ઠા બિરલાના પાત્રમાં હતી.
આ એક્ટ્રેસે આઠ મહિનાની અંદર શો છોડી દીધો છે અને ર્નિણય લેવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. નિહારિકા ચોક્સી ઓક્ટોબર, ૨૦૨૧માં શો સાથે જાેડાઈ હતી. વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે ‘શોમાં કરવા માટે મારી પાસે કંઈ નહોતું. વેડિંગ ફંક્શન દરમિયાન મારે ડાન્સ કરવાનો આવતો હતો અથવા લોકોના ટોળા પાછળ ઉભા રહેવું પડતું હતું.
જ્યારે મેં શો સાઈન કર્યો ત્યારે મારી પાસે કરવા માટે કંઈ નહીં હોય તે વિશે મને જાણ નહોતી. મેં છ મહિના રાહ જાેઈ હતી અને ડેટ ઈશ્યૂના કારણે મેં ઘણા પ્રોજેક્ટ ગુમાવ્યા છે. પ્રોડક્શન હાઉસ દયાળુ હતું અને તેઓ મારી સમસ્યાને સમજ્યા હતા અને મને મને જવા દીધી હતી.
નિહારિકા ચોક્સી હાલ ૧૨મા ધોરણમાં અભ્યાસ કરી રહી છે અને અભ્યાસ પર પણ ફોકસ કરવા માગે છે. ‘મારે અભ્યાસ પર પણ ધ્યાન આપવું છે. હું ૧૨મા ધોરણમાં છું અને આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાની છું. આ સિવાય હું વેબ શો અને ટીવી તેમજ ફિલ્મોમાં સારા રોલ કરવા માગુ છું.
મને એ વાતની ખુશી છે કે, હવે મારી પાસે અન્ય બાબતો પર ફોકસ કરવા માટે સમય છે’, તેમ તેણે ઉમેર્યું હતું. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ અને અક્ષરાની આસપાસ કહાણી ફરી છે. અભિમન્યુનું પાત્ર હર્ષદ ચોપરા જ્યારે અક્ષરાનું પાત્ર પ્રણાલી રાઠોડ ભજવી રહી છે.
આ સીરિયલમાં કરિશ્મા સાવંત, સચિન ત્યાગી, સ્વાતી ચિટનિસ, વિનય જૈન, અમિ ત્રિવેદી અને પ્રગતિ મહેરા જેવા કલાકારો મહત્વના રોલમાં છે.SS1MS