આઠ મહીનામાં ૩૧૮૬ વાર પાકિસ્તાને યુધ્ધવિરામનો ભંગ કર્યો
શ્રીનગર, ભારત ચીન સીમા પર તનાવ વચ્ચે પાકિસ્તાને ગત આઠ મહીનામાં નિયંત્રણ રેખાની પાસે જમ્મુ કાશ્મીરમાં ૩,૧૮૬ વાર યુધ્ધવિરામનો ભંગ કર્યો છે. ૧૭ વર્ષોમાં આ સૌથી વધુ વાર થયું છે વર્ષ ૨૦૦૩માં તે સમયના વડાપ્રધાન અટલબિહારી બાજપાયીએ સંધર્ષ વિરામની સમજૂતિને ભંગ કરી દીધી હતી યુધ્ધવિરામ ઉપરાંત ૧ જાન્યુઆરીથી લઇ ૩૧ ઓગષ્ટ સુધી જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સીમાની પાસે ક્રોસ બોર્ડર ગોળીબારની પણ ૨૪૨ ઘટનાઓ સામે આવી ચુકી છે આ જાણકારી રક્ષા રાજયમંત્રી શ્રીપદ નાઇકે રાજયસભામાં આપી હતી.
જાે કે મંત્રીએ ગૃહને બતાવ્યું કે હવે જયારે આવી ઘટનાઓ બને છે સેના તેનો જાેરદાર જવાબ આપે છે. આ ઉપરાંત ઉપયુકત માધ્યમો અને ચેનલોનો ઉપયોગ કરી ભારતે પાકિસ્તાની અધિકારીઓની સામે આ મુદ્દાને લઇ વિરોધ નોંધાવ્યો છે આ વર્ષ યુધ્ધવિરામની ઘટનાઓમાં સેનાના આઠ જવાન શહીદ થયા છે તે ઉપરાંત બેને ઇજા થઇ છે.
આ વર્ષ જુન સુધી એટલે કે શરૂના છ મહીનામાં કુલ ૨,૪૩૨ યુધ્ધવિરામ ભંગની ધટના બની છે બાદના મહીનાઓમાં સંધર્ષ વિરામ ભંગની સંખ્યામાં સામાન્ય કમી આવી છે તેની પાછળ વૈશ્વિક કોવિડ મહામારી મૂળ કારણ છે પાકિસ્તાનમિાં કોરોના વાયરસથી ત્રણ લાખ અને ભારતમાં ૫૩ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે વર્ષ ૨૦૧૯માં યુધ્ધ વિરામની લગભગ ૨૦૦૦ ઘટનાઓ સામે આવી હતી.SSS