આઠ મેના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભાનું વિશેષ સત્ર
કોલકતા: ૧૭મી વિધાનસભાની રચનાની સાથે મમતા બેનર્જીએ બુધવારે ત્રીજીવાર મુખ્યમંત્રી પદના સોગંદ લીધા છે.હવે બંગાળ સરકારે શનિવારે બંગાળ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. રાજયપાલ જગદીપ ધનખડના અભિભાષણની સાથે સત્રની શરૂઆત થશે અને આ દિવસે વિધાનસભા અધ્યક્ષની ચુંટણી પણ થશે
એ યાદ રહે કે બંગાળ વિધાનસભા ચુંટણીમાં ટીએમસીએ ૨૯૨ બેઠકોમાંથી ૨૧૩ બેઠકો પર જીત હાંસલ કરી છે જયારે ભાજપને ૭૭ બેઠકો મળી છે એ યાદ રહે કે ટીએમસીએ પૂૂર્વ વિધાનસભા અધ્યક્ષ વિમાન બેનર્જીને ફરીથી અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી છે તેઓ ટીએમસીના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે આઠ મેના રોજ વિધાનસભાના અધ્યક્ષ પદની ચુંટણી થશે
આ પહેલા પૂૂર્વ મંત્રી અને ટીએમસીના વરિષ્ઠ નેતા સુબ્રત મુખર્જીને પ્રોટેમ સ્પીકરની સોગંદ લેવડાવવામાં આવશે તે છ મેથીી સાત મે સુધી નવા ધારાસભ્યોને વિધાનસભાના સભ્ય તરીકે સોગંદ અપાવશે
વિધાનસભા સચિવાલયથી પ્રાપ્ત માહિતી અનુસાર તમામ નવા ચુંટાયેલા ધારાસભ્યોને ઘારાસભ્ય ચુંટાવા પર ચુંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટની સાથે સાથે ચાર પોતાની તસવીર લાવવા માટે કહ્યું છે પ્રોટેમ સ્પીકર નવનિર્વાચિત ધારાસભ્યોને સભ્ય પદના સોગંદ અપાવશે