આઠ વર્ષમાં સુપરસ્ટારડમ હાંસલ કરતાં રણવીર સિંહે જણાવ્યું, મેં મારામાં વિશ્વાસ રાખ્યો હતો
રણવીર સિંહનો સુપરસ્ટારડમ તરીકે જબરદસ્ત ચઢાવ વાસ્તવમાં આત્મવિશ્વાસની અદભુત વાર્તા છે. ફક્ત ૮ વર્ષમાં આ અત્યંત પ્રતિભાશાળી અભિનેતાએ ઘણી બધી હિટ્સ આપી અને ભારતના ઉત્તમ અભિનેતામાંથી એક તરીકે પોતાની હાજરીની છાપ બેસાડી દીધી. રણવીરના ઉત્તમ અભિનયે તેને બેન્ડ બાજા બરાત, રામ લીલા, બાજીરાવ મસ્તાની, પદ્મવાત, ગલી બોય વગેરે ફિલ્મોમાં તેને જબરજસ્ત ખ્યાતિ અપાવી અને ૨૦૨૦માં પણ તેની મોટી ફિલ્મો આવી રહી છે. કબીર ખાનની ૮૩થી લઈને યશ રાજ ફિલ્મ્સની જયેશભાઈ જોરદારથી કરણ જોહરની તખ્ત સુધી રણવીર આજે આ ક્ષેત્રમાં ચરમસીમાએ છે. જોકે તે બોલીવૂડમાં બહારી યુવાન હતો ત્યારે તેને અભિનેતા તરીકે સૌપ્રથમ મેળવવા સંઘર્ષ કરવો પડ્યો હતો તે હજુ પણ યાદ છે.
તે વર્ષો મારા જીવનના યાદગાર બની રહ્યાં છે. હાલમાં હું ઊંચાઈએ પર છું, પરંતુ હું કશું નહોતો તે સમય હંમેશાં યાદ રહેશે. તે સમયે હું એકદમ તળિયે હતો, જ્યારે મારા ફોનની ઘંટડી વાગશે કે નહીં અને મને ક્યારેય બ્રેક મળશે ખરો એવો વિચાર કરતો રહેતો હતો. તે બહુ મુશ્કેલ સમય હતો. કપરા પાઠ, નિરાશા, અપમાન, નકાર છતાં લોકોએ પોતાની અંદર વિશ્વાસ રાખીને આગળ વધતા રહેવું જોઈએ. તેમાંથી માર્ગ કાઢવો જોઈએ, એમ રણવીર કહે છે.
તે ઉમેરે છે, મારે માટે બે બાબત મહ¥વપૂર્ણ હતી. એક, હું અભિનય કરવા માટે એકદમ મક્કમ હતો અને નાણાં કે નામના માટે તે ચાહતો નહોતો. બે, આત્મવિશ્વાસ, હું મને પોતાને કહેતો રહેતો, તું સારો છે, તારે વિશ્વાસ રાખવો જોઈએ, જેથી જો તું સારો હોય અને સાતત્યતા હોય તો કશુંક બનીને રહેશે. હું રોજ પોતાની અંદર વિશ્વાસ રાખતો હતો અને આજે પણ તે રીતે જ રાખું છું. આજે હું દરેક તકની કદર કરું છું.