આઠ વર્ષ જુના વ્યાપારિક વાહનો માટે દર વર્ષે ફિટનેસ સર્ટીફિકેટ ફરજીયાત થશે

નવીદિલ્હી, પ્રદુષણનાં પડકાર સામે કેન્દ્ર સક્કાર એક પછી પગલા લઈ રહી છે. હવે આઠ વર્ષ જુના વ્યાપારીક વાહન માટે દર વર્ષે ફીટનેસ સર્ટીફીકેટ ફરજીયાત બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે તેનો અમલ ૧લી એપ્રિલ ૨૦૨૩ થી થશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા ૨ ફેબ્રુઆરીએ મુસદો જાહેર કરી દેવાયો છે અને વાંધાસુચનો માંગવામાં આવ્યા છે. મુસદામાં ટ્રક-બસ સહિતના વ્યાપારીક વાહનો માટે ફીટનેસ સર્ટીફીકેટના નિયમો નિર્દિષ્ટ કરાયા છે. આઠ વર્ષ જુના વાહનોને દર વર્ષે અને આઠ વર્ષ સુધી દર બે વર્ષે ફીટનેસ સર્ટીફીકેટ મેળવવા પડશે.
માન્યતા પ્રાપ્ત ઓટોમેટેડ ફીટનેસ સેન્ટર પરથી સર્ટીફીકેટ મેળવવા પડશે. આ સર્ટીફીકેટ ન લેવામાં આવે તો ભારેખમ દંડ વસુલાશે ઉપરાંત વાહન જપ્ત કરવાની જાેગવાઈ છે. સરકારનો એવો દાવો છે કે અનફીટ વાહનથી ઈંધણનો વપરાશ વધુ થાય છે.પ્રદુષણ વધે છે અને પર્યાવરણને નુકશાન થાય છે એટલુ જ નહિં અકસ્માતનૂં પણ કારણ બને છે.અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે અગાઉ ૧૫ વર્ષ જુના વ્યાપારીક તથા ૨૦ વર્ષ જુના ખાનગી વાહનોને સ્ક્રેપમાં ધકેલી દેવાની નીતિ જાહેર કરી છે.HS