આડાસંબંધના વહેમમાં પત્નિને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) , મહેમદાવાદ તાલુકાના વરસોલા માં એક વર્ષ અગાઉ પત્નીને કોદાળી ના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને નડિયાદ કોર્ટે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે
આ અંગે મળતી માહિતી મુજબ પ્રવિણભાઈ રામાભાઈ ડામોર ને વરસોલા, ભાથીજાવાળું ફળીયું, તા.મમદાવાદ ના લગ્ન ખભાત માં રહેતી રેખાબેન નામ ની યુવતી સાથે થયા હતા લગ્ન કરી સાસરે આવેલ રેખા નું શરૂઆત નું લગ્ન જીવન સુખમય હતું લગ્ન ફળ રૂપે તેની ને ચાર બાળક જન્મ થયા હતા તેના પતિ પ્રવિણભાઈ વરસોલા ગામની સીમમાં આવેલ શ્રી હરિકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝમાં રાતના વોચમેન તરીકે નોકરી કરતા હતા.
અને પોતાની પત્ન રેખાબેન પણ સવાર ની પાળી માં આ કપની માં નોકરી કરતા હતા આ દરમિયાન રેખા ને આ કપની માં ફરજ બજાવતા એક કર્મચારી સાથે આડા સબંધ હોવાનો વહેમ પ્રવિણભાઈ ને હતો અને આ મુદ્દે અવાર નવાર ઝગડા થતા જતા આ ઝગડો ચરમ સીમા પર પોચી જતાં તા.૨૦/૮/૨૦ નારોજ રાતના રેખાબેન શ્રી હરિકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝમાં ખાટલા માં સુઈ રહ્યા હતા તે વખતે પ્રવિણભાઈ એ રાત્રીના કલાક ૧૨ ૨૦ ના સુમારે પત્નીને માથા મા કોદાળી ના ઉપરાછાપરી ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત ને ધાત ઉતારી દઈ ભાગી છૂટીયો હતો
પ્રવિણભાઈ એ પોતાની પત્ની નું ખૂન કર્યું તે ધટના હરિકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ માં મુકેલ સી સી ટી.વી. કેમેરામાં રેકર્ડ થઈ ગઈ હતી પ્રવિણભાઈ એ પત્નીનું ખુન કર્યા બાદ હરિકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝના માલીક ડાહયાભાઈ નાઓની ફોન કરીને પોતે કરેલ ગુનાની કબુલાત કરી હતી તેમજ તેના પુત્ર સંજય ને પણ જણાવી દીધું હતું
આ બનાવ અગે મહેમદાવાદ પોલીસ ને જાણ થતાં તે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી અને મરનારના પુત્ર સંજયભાઈ પ્રવીણભાઈ નિ ફરિયાદના આધારે પ્રવીણભાઈ રામાભાઇ ઠાકોર સામે ઇ પી કો કલમ ૩૦૨ મુજબ ગુનો નોધી તેની ધરપકડ કરી હતી અને તપાસ બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી
આ કેસ નડિયાદ ની પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જ એલ.એસ.પીરઝાદા ની કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે સરકારી વકીલ પી.આર.તીવા૨ી નાઓએ નામ કોર્ટમાં ૨૨ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૮ મૌખીક પુરાવાઓ રજૂ કર્યા હતા અને એવી દલીલ કરી હતી
કે પોતાની પત્ની ઉપર ખોટો વહેમ રાખી મુન નીપજાવનાર આરોપીને જાે આવા કેસોમાં સજા ઘોષ તો ભવિષ્યમાં આવા ગુનાનો થતા અટકી જાય અને સમાજમાં કાયદાનો ડર બેસે તે હેતુથી કાદામાં જણાવેલી પુરેપુરી અને સખત સજા કરવી જાેઈએ. આ તમામ બાબતો નજર મા રાખી કોટે આરોપી પ્રવિણભાઈ રામાભાઈ ઠાકોર રહે.વરસાલો, ભાષીજીવાળું ફળીયું તા.મહેમદાવા દ ને તક્નીરવાન ઠરાવી આજીવન કેદ તેમજ ૧૦.૦૦નો દંડ ના ભરે તો વધુ બે વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે.