આડા સંબંધની શંકાએ પતિએ નર્સ પત્નીની હત્યા કરી

Files Photo
વડોદરા: વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર રહેતા શિલ્પા પટેલ મૂળ મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતાં તેઓને હાલ ગોત્રી હોસ્પિટલમાં કોવિડની ડયુટી આપવામાં આવી હતી જેથી તેઓ પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હોસ્પિટલ જઇ રહ્યાં હતાં તે દરમિયાન આજવારોડ ખાતે આવેલા વૈકુંઠ બે સોસાયટીના દરવાજા પાસેથી તેમની લાશ મળી હતી. આ અંગે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના પતિ જયેશ પટેલે જ નર્સની માથામાં ફટકા મારીને હત્યા કરી દીધી હતી પતિને શંકા હતી કે તેની પત્નીને અન્ય સાથે પ્રેમ સંબંધ છે જાે કે પોલીસે મોડી રાતે જ પતિની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આજવા રોડ પર આવેલા અમરદીપ હોમ્સમાં શિલ્પાબેન જયેશભાઇ પટેલ ઉવ ૩૯ પરિવાર સાથે રહેતા હતાં તેમને બે સંતાન છે તેઓ મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતાં. અને ઘરેથી એકિટવા લઇને નોકરી જવા માટે નીકળ્યા હતાં.
એ દરમિયાન પતિ જયેશે તેમનો પીછો કર્યો અને વૈકુઠ બે સોસાયટી પાસે પત્નીને માથામાં બોથડ પદાર્થનો ફટકો મારી ફરાર થઇ ગયા શિલ્પાબેનને ગંભીર ઇજા થઇ હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું પોલીસે આ અંગે મોડી રાત્રે જ પત્નીની હત્યા કરનારા શિક્ષક પતિ જયેશની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.