Western Times News

Gujarati News

આડા સબંધની શંકાએ પતિએ પત્નીની હત્યા કરી

Youth suicide in bus

Files Photo

ગાંધીનગર, દહેગામમાં હચમચાવી દેનારી ઘટના બની છે, જેમાં એક શખ્સે પત્નીના ઘરમાં જ આડા સંબંધની શંકા રાખીને તેની કરપીણ હત્યા કરી નાખી છે. આ ઘટનામાં પોતાની માતાને બચાવવા માટે વચ્ચે પડેલી દીકરીને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. દહેગામના ધમીજ ગામમાં પોતાના નાના ભાઈ સાથે પત્નીના આડા સંબંધ હોવાની શંકા પતિને હતી અને તેના ઝઘડામાં આવેશમાં આવેલા પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. ધમીજના વાલ્મીકિ વાસમાં બનેલી ઘટનામાં દિનેશ ઉર્ફે રાજુ ગાંડાભાઈ વાલ્મીકિએ ૧૪ ઓગસ્ટના રોજ રાત્રે પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને પછી આ ઝઘડાએ આક્રામક સ્વરુપ ધારણ કરી લીધું હતું.

નાના ભાઈ સાથે પત્નીના આડા સંબંધની શંકાએ દિનેશે તેની પત્નીને લાકડાના દંડાથી ઢોર માર માર્યો હતો, આ દરમિયાન તેની ૧૫ વર્ષની દીકરી માતાને બચાવવા માટે વચ્ચે પડી તો દિનેશે તેને પણ માર માર્યો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘરમાં માતાની હાલત જાેઈને ગભરાઈ ગયેલો દિનેશનો નાનો દીકરો પાડોશીઓને પોતાના ઘરે બોલાવી લાવ્યો હતો. પાડાશી તથા પરિવારના સભ્યોએ દિનેશથી મા-દીકરીને છોડાવ્યા હતા પરંતુ આ હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.

જ્યારે દિનેશે કરેલા હુમલામાં ઘાયલ થયેલી દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. દિનેશને સળવળેના શંકાના કીડાના કારણે આખો પરિવાર બરબાદ થઈ ગયો છે જેમાં બાળકોએ માતાનું મોત અને પિતા જેલમાં જતા તેમની છત્રછાયા ગુમાવી દીધી છે. દહેદામ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા દિનેશની સામે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ દરમિયાન અને આરોપીના રિમાન્ડ દરમિયાન વધારે હકીકત અને હત્યાની ઘટના અંગે નવા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.