આડેસરના કુંડમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રોના ડુબી જવાથી મોત
એક યુવકના લગ્નની તૈયારી ચાલતી હતી-આડેસરમાં રહેતાં આલાભાઈ આહીર, અરજણ આહીર અને મેરાભાઈ રબારી નામના યુવાનો ન્હાવા પડ્યા હતાં
કચ્છ, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામના ત્રણ આશાસ્પદ યુવાનોના તળાવમાં ડુબીજવાથી કરુણ મોત નીપજતા ભારે ગમગીની વ્યાપી છે. અત્રે ઉલ્લેખનીય છેં કે મૃતક ત્રણેય યુવાનોમાં એક પરિણિત હતો અને એકના લગ્નની તૈયારી ચાલતી હતી.
તો આશાસ્પદ યુવાનોના મોતના કારણે આડેસર પંથકમાં અને પરિવાર જનોમાં ભારે ગમગની વ્યાપી ગઈ છે. તો બે યુવાનો ઇન્જીનીરિંગ કરેલા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના આડેસર ગામમાં આંશિક લોકડાઉનને લઈને આડેસર ગામના યુવાનો સણવા નજીક આવેલ ઐતિહાસિક નાગતર ગામના શંકર ભગવાનના મંદિર નજીક આવેલ કુંડમાં આડેસર રહેતાં આલાભાઈ આહીર, અરજણભાઈ આહીર અને મેરાભાઈ રબારી નામના ત્રણ આશાસ્પદ યુવાનો ન્હાવા પડ્યા હતાં.
જેમનું કુંડ અંદર કીચડ હોવાથી તેમાં ખુંચી ગયાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યાં છે ત્યારે સાથે રહેલાં યુવાનોએ રાડા રાડ કરતાં નજીક આવેલ ગ્રામજનો અને ખેડૂતોએ મૃતક યુવાનોએ બહાર કાઢ્યા હતાં જેમને આડેસર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં જ્યાં હાજર ડૉકટરે મૃત જાહેર કર્યા હતાં અને વધુ તપાસ આડેસર પોલીસે હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છેં કે મરનાર ત્રણ યુવાનોમાં એક પરણિત હતો અને એકના લગ્નની તૈયારી હતી. તો આશાસ્પદ યુવાનોના મોતના કારણે આડેસર પંથકમાં અને પરિવારજનોમાં ભારે ગમગની વ્યાપી હતી. બે યુવાનોતો ઇન્જીનીરિંગ કરેલ હોવાનું જાણવા મળ્યું હતું.
અને આડેસરમાં જયારે પણ કંઈક આયોજન કે મુસીબત હોય ત્યારે ખડે પગે યુવાનો રહેતાં હતાં ત્યારે આશાસ્પદ ત્રણ-ત્રણ યુવાનોના મૃત્યુના સમાચારથી વાગડ પંથકમાં અરેરાટી વ્યાપીજવા પામી છે.