આણંદથી ‘વહેલ માછલી’ની ઉલટી સાથે ૬ ઝડપાયા

આણંદ, આણંદ શહેરના ૮૦ ફૂટ રોડ પર વોચ ગોઠવી એસઓજી પોલીસે વ્હેલ માછલીની ૭૩૬ ગ્રામ ઉલટી વેચવા નીકળેલા છ શખ્સોને ઝડપી પાડયા છે. અત્તર,પરફયુમ, અને દવાઓના વ્હેલ માછલીની ઉલટીનો ઉપયોગ હોય છે. ટોળકી પાસે પથ્થર આકારની આવી જામી ગયેલી ઉલટીના બે ટુકડા હતા. જે પોલીસે કબજે લીધા હતા. અને ફોરેસ્ટ ટીમને તે સોપ્યા હતા.
એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો ગ્રે કલરની સ્વીફટ ડીઝાયર કાર નંબર જીજે-૦૬, જેએમ-૦પ૦પમાં વ્હેલ માછલીની ઉલટી અંબરગ્રીસ લઈને ફરી રહયા છે. અને વેચવા માટે આણંદના ૮૦ ફુટના રોડ પર આવેલા પ્રાપ્તી સર્કલ પાસે આવવાના છે.
જેના આધારે પીઆઈ જીએન પરમાર તેમની ટીમ તુરંત જ ૮૦ ફુટના રોડ પર પહોચી ગઈ હતી. જયાં કાર સાથે છ શખ્સો મળી આવ્યા હતા. જેમને રાઉન્ડઅપ કરીને કારની તલાશી લેતાં પાછલી સીટ ઉપર મુકેલી પ્લાસ્ટીકની થેલીમાંથી અનિયમીત આકારના બે ટુકડા મળી આવ્યા હતા.
જેનું વજન ૯૩૬ ગ્રામ જેટલું થવા જાય છે. અને તેની કિંમત ૭૩.૬૦ લાખ જેટલી થવા જાય છે. જે શંકાસ્પદ લાગતા પકડાયેલા શખ્સોને પુછપરછ કરતા વ્હેલ માછલીની ઉલટી અંબરગ્રીસ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તમામની અટકાયત કરીને નામઠામ પુછતાં ગીરીશ ચંદુભાઈ ગાંધી વિક્રમ ધીરેન્દ્રભાઈ પાટડીયા મીત જયેશભાઈ ગાંધી મીત નીલકમલ વ્યાસ રહે. તમામ વડોદરા ધ્રુવીલ ઉર્ફે કાગળીયો રમેશભાઈ પટેલ બોરીયાવી અને જહુર અબ્દે રહેમાન મંસુરી ખંભાતના હોવાનં જણાવ્યું હતું. તેમની અંગજડતી કરતા ૪ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા.
જે સાથે કુલ ૭૬.ર૬ લાખનો મુદ્દામા જપ્ત કરીને આણંદ શહેર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અતિ કિંમતી એવી વહેલ માછલીની ઉલ્ટી ખંભાતનો જહુર હૈદરાબાદ તરફથી લાવ્યો હોવાનું અને તેણે વડોદરાના શખ્સોને આપી હતી.
દરમ્યાન તેઓ દ્વારા બોરીયાવીના ધ્રુવીલકુમારને વેચવાની હોયવડોદરાથી કારમાં વ્હેલ માછલીની ઉલટીના બે ટુકડા લઈને આણંદ આવ્યા હતા. જયાં પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા.