Western Times News

Gujarati News

આણંદના ભાલેજ ગામે વીજ ચેકિંગ માટે ગયેલી ટીમ પર હુમલો

આણંદ, આણંદના ભાલેજ ગામે વીજ ચેકિંગ માટે ગયેલી ટીમ પર હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. ગામમાં તપાસ દરમિયાન વીજ ચોરી સામે આવતા ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈ રહિશો ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડાના દંડાથી હુમલો કર્યો હતો. આ અંગે ભાલેજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ વીજ કંપનીની ટીમ દ્વારા ભાલેજ ખાતે વીજ ચોરી સંદર્ભે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જુનિયર એન્જિનીયર સહિતની ટીમ વિવિધ વિસ્તારમાં ફરી રહી હતી. આ દરમિયાન શરીફ મહોલ્લામાં રહેતા ઇલીયાસ અહેમદ મલેકના ઘરે વીજ ચોરી મળી આવી હતી.

આથી, તેમની સામે કાર્યવાહી માટે ઇલેક્ટ્રીક એન્જિનીયર ભરતભાઈ ડામોર, શહેર ડિવિઝનના જુનિયર ઇજનેર રહિમશા દિવાન, ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ નરેશભાઈ સોઢા તથા દિલીપ અસારી સહિત સૌ સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રથમ ઈલીયાસ મલેકને દરવાજાે ખોલવાનું કહેતા તેઓએ ઘરમાંથી અપશબ્દ બોલવા લાગ્યાં હતાં, મહિલાઓને આગળ રાખીને વીજ કંપનીની ટીમ વિરુદ્ધ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ દરમિયાન ઈલીયાસ ઘરના પાછળના ભાગે જઇને ઉપરના માળે એસીનું બાહ્ય યુનિટ છે તેની પેરવી કરતા હતા.

આ ઘટનાનો વીજ કર્મી ભરત ડામોરે વીડિયો ઉતાર્યો હતો. તે સમયે એક કાળા ટી શર્ટવાળા સ્થાનિકે આવીને ભરતભાઈને વીડિયો ડીલીટ કરવાની ધમકી આપીને લાકડાના દંડાથી હૂમલો કર્યો હતો.

આ સમયે ઈલીયાસ પણ મારો, મારોની બૂમાબૂમ સાથે વીજ કંપનીની ટીમ પર પ્લાસ્ટીકની ખુરશી ફેંકી હતી. આથી વીજ કર્મીઓની ટીમે ભાલેજ સબ ડીવીઝનના નાયબ ઈજનેર અક્ષય સોઢા પરમારને ફોનથી સમગ્ર બનાવની જાણ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ઇપીકો ૩૩૨,૧૮૬,૫૦૪,૧૧૪ મુજબ ઇલીયાસમીયાં મલેક અને કાળા ટીશર્ટવાળા વ્યકિત સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.