આણંદના ૨૬ યુવકો સાથે રૂપિયા ૬૫ લાખની ઠગાઈ
ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝા અપાવવાના નામે છેતરપિંડી
અમદાવાદના શખ્સે એક યુવક દીઠ રૂપિયા ૨.૫૦ લાખ લેખે યુવકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા
આણંદ, આણંદમાં બેઠક અને સેમિનાર રાખીને અમદાવાદ થલતેજ વિસ્તારના ભેજાબાજે યુવકોને ઓસ્ટ્રેલિયામાં ફ્રુટપીકર તરીકે વર્ક વિઝા અપાવવાના નામે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ૨૬ યુવકો પાસેથી રૂ.૬૫ લાખ પડાવી લઈ વિઝા નહીં અપાવી તેમજ નાણા પણ પરત નહીં આપી વિદેશ ભાગી જઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ આણંદ શહેર પોલીસમથકમાં નોંધાઈ છે. ખંભાત તાલુકાના પાંદડ ગામે રહેતા મેહુલકુમાર મહેન્દ્રભાઈ પરમારને ૨૦૨૦માં જુનમાં મિત્ર સંદીપ ઉર્ફે સનીએ જણાવેલ કે, મારા કાકાની સોસાયટીમાં કાંતિભાઈ ઈગ્નાસભાઈ પરમાર રહે છે.
જે અમદાવાદથી થોડા દિવસ પહેલા તેઓના એક મિત્ર લોઈડ જોસેફ રોઝારીયો આવ્યા હતા. જે ત્રણ વર્ષ માટેના વર્ક પરમીટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયામાં ફ્›ટપીકર તરીકેના વિઝા આપાવવાનું કામ કરે છે. થોડા દિવસમાં ફરી પરત પાછા આવવાના છે. તારે મળવું હોય તો આણંદ મારા કાકાની સોસાયટીમાં આવજે તેવી વાત કરી હતી.
મેહુલકુમારે આ બાબતે પોતાના અન્ય મિત્રો જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (રહે. ગોલાણા), સાહિલસેન જશવંતભાઈ પરમાર (રહે.ખંભાત), ચિરાગભાઈ ભગવાનભાઈ ચાવડા (રહે.મીતલી) ને વાત કરતા મિત્રોને પણ ઓસ્ટ્રેલીયા વિશે માહિતી લેવાની હોવાથી મેહુલકુમારના મિત્ર સંદીપે જણાવેલ તારીખ અને સમયે મેહુલકુમાર, જીતેન્દ્રભાઈ, સાહિલસેન, ચિરાગભાઈ આણંદ ખાતે દિવ્યદયા સોસાયટી સાંગોળપુરા ખાતે કાંતિભાઈના ઘરે ગયા હતા. જ્યાં સંદીપ ઉર્ફે સની, કાંતિભાઈ પરમાર તેમજ બીજા ૧૦થી ૧૫ જેટલા યુવકો પોતાના વાલીઓ સાથે મિટિંગમાં હાજર હતા.
આ તમામને અમદાવાદ ખાતેથી આવેલ લોઈડ રોઝારીયો અને તેના ભાઈ લેવલીન રોઝારીયોએ પોતાની ઓળખ આપી હતી અને જણાવેલ કે, ઓસ્ટ્રેલીયા ફિલીપાઈન્સ ખાતે ફળોની વાડીમાં ફ્›ટપીકર તરીકે છોકરાઓને મોકલી આપું છું. મારે ત્યાંની કંપની સાથે એક વ્યક્તિ દીઠ રૂ.૩૩ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર વાર્ષિક કરાર કરેલ છે. જેમાં કંપની તરફથી રહેવાની, જમવાની સુવિધાઓ, ળી ઈન્સ્યોરન્સ, ળી વિઝા, ળી ઓસ્ટ્રેલીયા આવવા જવાનું ભાડું પણ કંપની આપશે તેવી મૌખિક વાત કરી હતી. જેને જવું હોય તેણે વ્યક્તિદીઠ રૂ.૨.૫૦ લાખ સિક્યુરિટી-ડિપોઝિટ પેટે આપવાની તેમજ ડિપોઝિટની રકમ વિઝા મળ્યા બાદ પરત મળશે તેવી વાત કરી હતી.ss1