આણંદના BAPS બાળ સંસ્કાર માટે આદર્શ બનીએ સીડીનું વિમોચન
(પ્રતિનિધિ)આણંદ : રવિવારે સાંજે અક્ષરફાર્મની રવિસભામાં બીએપીએસ સંસ્થા દ્વારા બાળ યુવા સંસ્કાર માટે ચાલતા અવિરત અભિયાનમાં બાળકોને આદર્શ બનાવવા માટે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશિર્વાદથી ચાલો આદર્શ બનીએ સીડીનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ વિમોચનમાં આણંદના ડીડીઓ આશિષકુમાર, નગરપાલિકા પ્રમુખ કાંતીભાઈ ચાવડા, ખેડા જિલ્લા ગ્રામ્ય મામલતદાર વી.ડી.રાઠોડ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે આશિષ કુમારે બીએપીએસની બાળ સંસ્કાર શિક્ષણની પ્રવૃત્તિને બિરદાવતાં કહ્યું કે બાળકોમાં શિક્ષણ સાથે ચારિત્ર્યનું ઘડતર થાય, દેશના સારા નાગરીક બને તે માટેનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. આ પ્રસંગે કોઠારી પૂજ્ય ભગવદચરણ સ્વામીએ પ્રાસંગિક વકતવ્ય રજૂ કર્યું હતું.