આણંદનો રીક્ષાવાળા PPE કીટ પહેરી રીક્ષા ચલાવે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/ananad-rickshaw-driver-0-1024x683.jpg)
પ્રતિકાત્મક
આણંદ: આજે કોરોના મહામારીના સમયમાં લોકોએ પીપીઇ કીટનુ નામ પ્રથમ વખત જ સાંભળયુ હતુ. સામાન્ય રીતે પીપીઇ કીટ તમે તબીબો, નર્શિગ અને મેડીકલ સાથે સંકળાયેલા લોકો પહેરતા હોય છે પરંતુ અમે આપને એવા વ્યક્તિને બતાવવા જઇ રહ્યા છે કે જે નથી એ તબીબ કે નથી મેડીકલ સ્ટાફ. આ વ્યક્તિ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા ગામ રીક્ષા ચાલાક છે.
દ્રશ્યો માં દેખાતા આ વ્યક્તિ નથી તબીબ કે નથી કોઈ મેડિકલ કર્મચારી આ છે આણંદ જિલ્લાના બોરસદના વાસણા ગામના ભાઇલાલ ભાઈ ભોઈ જે રીક્ષા ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારનું ચલાવે છે ગુજરાન હવે સવાલ થતો હશે કે તો પછી આ વ્યક્તિ એ પીપીઈકીટ કેમ પહેરી હશે? તો ચાલો જણાવી દઈ એ કે ભાઇલાલ ભાઈ ભોઈ છેલ્લા કેટલાય વર્ષોથી રીક્ષા ચલાવી રહ્યા છે. ભાઈલાલભાઈ ભોઈ અપરણિત છે પરંતુ તેમના સિરે વયસ્કમાં બાપ અને બહેનની જવાબદારી છે.
ગત વર્ષે કોરોનાએ ભારતમાં દસ્તક આપી અને ત્યાર બાદ લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયું ત્યારથી ભાઈલાલભાઈ આ પીપીઈ કીટ પહેરી નેજ રીક્ષા ચલાવી રહ્યા છે. એટલું જ નહિ કોઈ દર્દીને વિના મુલ્યે હોસ્પિટલ સુધી પણ તેઓ પહોંચાડે છે. પોતાની રીક્ષામાં ર્નિભય થઇ મુસાફરો મુસાફરી કરે છે. અને પોતે તેમજ મુસાફરો કોરોના સંક્રમણથી સુરક્ષિત રહે માસ્ક નહિ પહેરવા વિવિધ બહાના બનાવતા લોકો માટે રીક્ષા ચલાવતા ભાઇલાલ ભાઈ હાલ તો પ્રેરણા દાયક બન્યા છે.
રિક્ષાચાલકની રીક્ષામાં બેસનાર વાસણા ગામ ના મહિલા મુસાફર હંસા બેન સોલંકી ના જણાવ્યા પ્રમાણે રીક્ષા ચાલાક ભાઇલાલ ભાઈ ભોઈ તેમની રીક્ષા માં બેસનાર મુસાફર ને સૅનેટાઇઝ કરી તે પોતે પીપીઈ કીટ પહેરી મુસાફરોને નિયત સ્થળે વ્યાજબી ભાડું લઇ પહોંચાડી આ કોરોના સમયમાં સાવધાની સાથે વર્તી રહ્યા છે. રીક્ષા ચાલાક ભાઈલાલભાઈ ભોઈના જણાવ્યા મુજબ કોરોના સમયમાં પીપીઈ કીટ સતત પહેરી રાખવાથી ગરમી તો લાગે છે પણ કોરોનાના સમયમાં તે અતિ જરૂરી છે. ભાઈલાલભાઈના જણાવ્યા મુજબ દરેક સવારી ને સૅનેટાઇઝ કરી ફરજીયાત માસ્ક પહેરાવી પોતાની રીક્ષા માં બેસાડે છે.