આણંદમાં આરટીઓના લાઈસન્સ કૌભાંડનો પર્દાફાશ
આણંદ, આણંદ આરટીઓ કચેરીમાં એક વર્ષ અગાઉ પ હજારથી વધુ બોગસ લાઈસન્સ ઈશયુ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. એ સમયે પોલીસ ફરીયાદ સહીત ગાંધીનગર સ્થિત પ્રાદેશીક કમીશ્નર સુધી મામલો પહોચ્યો હતો. જે તે વખતે કેટલાંક એજન્ટના નામ પણ ખુલ્યાં હતા.
એ પછી તપાસ પ્રાદેશીક કમીશ્નરની કચેરી, ગાંધીનગર દ્વારા હાથ ધરાઈ હતી. આ તપાસ દરમ્યાન ઈન્ટરનેશનલ લાઈસન્સ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
તપાસમાં લાઈસન્સ લેવા આવતી વ્યકિતઓની ઈન્ટરનેશનલ કોમ્પ્યુટરમાં કોઈ એન્ટ્રી પાડયા વિના જ માત્ર સ્થાનીક ચોપડે નોધ લઈને ઈન્ટરનેશનલ લાઈસન્સ ઈશયુ કરી દેવામાં આવતું હતું. તપાસ કરતાં આણંદ આરટીઓ કચેરીના આસી. ઈન્સ્પેકટર પી.કે.પટેલ, યુ.ડી.ત્રિવેદી, હેડ કલાર્ક ઈલા દેસાઈની સંડોવણી ખુલતાં ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.