આણંદમાં સક્ષમ :૨૦૨૨ અંતર્ગત “સાયકલોથોનનુ” આયોજન કરાયું .
ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો મુજબ Indian Oil Corporation અને Anand Cycling Club ના સંયુક્તપણે “Cyclothon- સક્ષમ :2022” નું
આયોજન કરવામાં આવ્યું હતું . આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ સાયકલોથોન દ્વારા પર્યાવરણ
પ્રત્યે જાગૃતિ અને સ્વસ્થ જીવન શૈલી નો સામાજિક સંદેશો આપવાનો હેતુ છે.
સાથે સાથે આ પ્રોગ્રામ દરમિયાન લોકો “હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવે અને આઝાદીનો અમૃત મહોત્સવ માનવે” તેના પર વિશેષ ભાર મૂક્યો હતો .આ પ્રોગ્રમ માં મુખ્ય અતિથિ શ્રી મિતેશભાઇ પટેલ ( સાંસદ શ્રી આણંદ ) અતિથિ વિશેષ તરીકે શ્રી શીતલ ભાઇ પટેલ ( પ્રમુખ – મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ અને સેક્રેટરી – સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ ). આ ઉપરાંત આર. કે.સાયકલ સ્ટોર ના માલિક અને વિવિધ સાયકલ રાઇડસ યોજીને Fit India Movement ના સૂત્રને સાકાર કરનાર શ્રી મનોજભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા
અને સૌ અતિથીઓએ લોકોમાં ઉત્સાહ પૂરું પડ્યો હતો.આ સાયકલોથોનમાં ૫ વર્ષથી ૮૦ વર્ષ સુધીના ૧૩૦ કરતા વધારે લોકો જોડાયા હતા અને આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો. આ ૧૦ કિલોમીટર સાયકલોથોન આર. કે. સાયકલ સ્ટોર થી શરૂ થઈ જનતા ચોકડી , ટાઉન હોલ , ઝાયડસ હોસ્પિટલ અને શહિદ ચોકથી આર . કે. સાયકલ સ્ટોરે પૂર્ણ થઈ હતી અંતે સૌ લોકોએ આણંદ સાયકલિંગ ક્લબ ,ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને સક્ષમ :૨૦૨૨ સાથે જોડાયેલ તમામ લોકોનો આભાર માન્યો હતો.