Western Times News

Gujarati News

આણંદમાં હેડ કોન્સ્ટેબલ 70 હજારની લાંચ લેતા ઝડપાયો

પ્રતિકાત્મક

(એજન્સી) આંણદ, ૭૦ હજારની લાંચ લેતા બે આંણદ એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઇ જીવાભાઇ ચૌહાણ અને એએસઆઈ ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગર ઝડપાયાં છે. એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી હતી.

૭૦ હજારની લાંચ લેતા બે આંણદ એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઇ જીવાભાઇ ચૌહાણ અને એએસઆઈ ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગર ઝડપાયાં છે. આ મામલે મળતી માહિતી અનુસાર, ફરિયાદી વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે,

જે ગુન્હાના કામે હાજર થવા હેતુ આ કામના આક્ષેપિતો ફરીયાદીના ઘરે ગયા હતા અને ત્યાં ફરીયાદી પાસે રૂ.૪,૦૦,૦૦૦ ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૭૦,૦૦૦ લેવાનુ નક્કી કરેલ,જે રૂ.૭૦,૦૦૦ તથા એક જામીન લઇ એલ.સી.બી.ઓફીસ આવી જવા જણાવેલ. અને આક્ષેપિતોએ માંગણી કરેલ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હતા.

ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો અને આજે લાંચના છટકા દરમ્યાન ફરિયાદી સાથે આક્ષેપિતો હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ. રૂ.૭૦,૦૦૦ ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગરનાઓએ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ,અને હિતેશભાઇ જીવાભાઇ ચૌહાણ જેઓ કામ અર્થે બહાર ગયેલ ત્યાંથી નાસી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.