આણંદમાં BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અભિયાનનો પ્રારંભ
૧૫૦૦થી વધુ બાળ ગ્રૂપો આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જન સંપર્ક કરશે
આણંદ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના કાયમી પ્રોજેક્ટ વ્યસન મુક્તિ અભિયાન તેમના આ શતાબ્દિ વર્ષમાં વિશેષરૂપથી કાર્યરત થયું છે. પ્રગટ ગુરૂ હરિ શ્રી મહંત સ્વામી મહારાજના આશિર્વાદથી વ્યસન મુક્તિ અભિયાન બીએપીએસ સંસ્થા દ્વારા શરૂ થઈ રહ્યું છે.
રવિ સભામાં આણંદ બાળ પ્રવૃત્તિ બાળકો સમગ્ર વ્યસન મુક્તિ અભિયાનનો આરંભ કર્યાે હતો. આ બાળ સેનાના સમગ્ર વ્યસન મુક્તિ અભિયાનનો આરંભ કર્યાે હતો. આ બાળ સેનાના હાથમાં વ્યસનોનાં ગેરલાભ દર્શાવતા પ્રેરક સૂત્રોના બેનરો, પોસ્ટરો સહિતની સેવા પ્રવૃત્તિનો આરંભ અક્ષર ફાર્મના મંચ પરથી કરવામાં આવ્યો હતો.
સમગ્ર એક માસ દરમિયાન ૧૫૦૦થી વધારે બાળગ્રૂપો આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કરીને લોકોને નિર્વ્યસની થવાની પ્રેરણા આપશે.