આણંદ ખાતે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ NDDBના 2 વેબપોર્ટલ ઈ.ગોપાલ તથા IMAP લોન્ચ કર્યા
Ahmedabad, આણંદ જિલ્લાની વિશ્વ પ્રસિદ્ધ નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ એટલે એનડીડીબી દ્વારા ઈ. ગોપાલ તથા IMAP વેબ પોર્ટલ લોન્ચ કરતા કેન્દ્રીય મંત્રી( મત્સ્ય પશુપાલન અને ડેરી)
શ્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે વેબ પોર્ટલથી દૂધાળા પશુઓની સારી ઉત્પાદકતા માટે પશુઓની real-time માહિતી પૂરી પાડે છે.
આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા દૂધ ઉત્પાદકો માટે ટેકનોલોજી દ્વારા સંચાલિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ ખેડૂતોની આવક બમણી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમજ એનડીડીબી વેક્સિનની ઉત્પાદન પ્રક્રિયામાં ઇન્ડિયન ઇમ્યુનોલોજી કલ (એનડીડીબી ની સહાયક કંપની)ની ભૂમિકાને બિરદાવી રાષ્ટ્ર પ્રત્યેની એક સેવા છે એમ તેમણે જણાવ્યું હતું.
બે વેબ પોર્ટલ ઇ- ગોપાલ તથા i am a p લોન્ચ કરતા આનંદ વ્યક્ત કરતા આ, ગોપાલ પ્લેટફોર્મ પશુપાલકોને તમામ સ્વરૂપમાં વીર્ય – ભૃણ વગેરે રોગમુક્ત germplasm ને ખરીદવા અને વેચાણ સહિત તેમના પશુઓનું વ્યવસ્થાપન કરવા મદદરૂપ થાય છે.
તેમણે કહ્યું કે અહીં આવ્યા બાદ દૂધાળા પશુઓ અને દૂધ ઉત્પાદન અંગેની ઘણી સારી જાણકારી મળી તેમજ દૂધ ઉત્પાદન મોટો વિષય છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે.
ત્યારબાદ મંત્રીશ્રી કરમસદ રવાના થયા હતા, જ્યાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને સૂતર ની આંટી ચડાવી હતી. જેના પછી સરદાર સાહેબના નિવાસ્થાને પહોંચી તસવીરો નિહાળી હતી.
આ અગાઉ નિવાસસ્થાનની બહાર તેમણે સરદાર સાહેબની પ્રતિમાને સૂતર ની આંટી અર્પણ કરીને નમન કર્યા હતા. ત્યાંથી સરદાર પટેલ મેમોરિયલ ખાતે ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મ association ના ઉપક્રમે સન્માન સમારંભમાં હાજર રહી શ્રી રૂપાલાએ સન્માન સ્વીકાર્યું હતું.
જેમાં એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ભરત પટેલ સહિત રામસિંહ પરમાર, સાંસદ મીતેશ પટેલ, ભૂતપૂર્વ સાંસદ દિલીપ પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.