આણંદ-ખેડામાં ડ્રોન જોવા મળતા ભયનો માહોલ

ખેડા, થોડા દિવસો પહેલા આણંદ અને ખેડાના કેટલાક વિસ્તારોમાંથી અવકાશી પદાર્થ પડ્યાના બનાવો સામે આવ્યા હતા. જે બાદમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હવે આણંદ અને ખેડાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ડ્રોન ઉડતા જાેવા મળતા લોકોમાં આશ્ચર્યની સાથે સાથે ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના માતર, મહેમદાવાદ, કઠલાલમાં રાત્રે ડ્રોન જેવા કેમેરા આકાશમાં ઉડતા જાેવા મળ્યા છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અરડી ગામની સીમ વિસ્તારમાં છ જેટલા ડ્રોન જાેવા મળ્યા છે.
એવી વિગતો પ્રાપ્ત થઈ છે કે અરડી ગામના સીમ વિસ્તારમાં સતત બે દિવસથી છ જેટલા શંકાસ્પદ ડ્રોન જાેવા મળ્યા છે. જેના કારણ ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેમાંથી એક શંકાસ્પદ ડ્રોન નીચે પડતા લોકો વધારે ભયભીત બન્યા છે.
ખાસ કરીને રાત્રે જ આ ડ્રોન જાેવા મળે છે. અરડી વિસ્તારમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવાર સુધી ડ્રોન જાેવા મળતા ગામના લોક ભયભીત બન્યા છે. એટલું જ નહીં, સતત બે દિવસથી ડ્રોન જાેવા મળતા ગામના લોકોએ આ વિશે પોલીસને પણ જાણ કરી છે.
એક અંદાજ પ્રમાણે અમુક લોકો તરફથી રાત્રીના સમયે ડ્રોન ઉડાડીને ગ્રામજનોને ભયભીત કરવાન પ્રયાસ કરવામાં આવી રહ્યો હોઈ શકે છે. અઠવાડિયા પહેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કેટલાક ગામોમાં પણ રાત્રીના સમયે એક સાથે 8 થી 10 ડ્રોન ઉડતા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.
આ મામલે પોલીસ વધારે તપાસ કરે તે જરૂરી છે. લોકોનું કહેવું છે કે આણંદ અને ખેડા જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી ડ્રોન ઉડી રહ્યા છે. અમુક વ્યક્તિએ એવો પણ દાવો કરી રહ્યા છે કે સત્તાધીશો તરફથી અમુક સર્વે કરવામાં આવી રહ્યો છે.
હવે સવાલ એ પણ થાય કે રાત્રે ડ્રોન ઉડાવીને કોણ સર્વે કરી રહ્યું છે? આ મામલે ખેડા અને આણંદ જિલ્લાના સત્તાધીશો ખુલાસો કરે તે જરૂરી છે. તમામ બનાવમાં એક પેટર્ન એવી જાેવા મળી છે કે રાત્રે નવ વાગ્યા બાદ જ આ ડ્રોન આકાશમાં ઉડતા જાેવા મળે છે. તેમાં પણ અરડી વિસ્તારમાં એક ડ્રોન નીચે પડી જતાં લોકમાં ભયનો માહોલ ફેલાયો હતો.SS1MS