આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં ભારે વરસાદ ઠેરઠેર પાણી ભરાયા
આણંદ જિલ્લાના ઉમરેઠ નગરપાલિકા વિસ્તારમા આવેલ રેલ્વે સ્ટેશન ફાટક પાસેના નગરી વિસ્તારની ઝુપડપટ્ટીમાં વરસાદી પાણી ફરી વળતા ભારે નુકશાન ઉઠાવવો પડ્યો છે. નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવાની મુહીમ તેજ કરી હતી.
ઝાડ પણ ધરાશય થયો જોવા મળેલ સુદલપુરા ઉમરેઠ માગૅ પર પડેલ નગરીના રહીશોએ ઝાડને કાપી આવા જવાનો રસ્તો ખુલ્લો કરીયો હતો. એકબાજુ ઘરોમા પાણી બીજી બાજુ આમલીનુ મસમોટું ઝાડ પડતા ભારે જહેમત ઉઠાવી રસ્તો ખુલ્લો કરીયો હતો. અને બીજી બાજુ ઘરોમાથી માલ સામાન ખસેડવામા આવેલ તથા કેટલાય મકાનો મા પાણીને લીધે નુકસાન વેઠવાનો વારો આવીયો હતો. અને લગભગ ૪૦ થી વધારે મકાનમા પાણી ફરી વળ્યાં હતા.