Western Times News

Gujarati News

આણંદ જિલ્લામાં લોક ડાઉન માં આવક મેળવતા ધરતી પુત્રો

વઘાસી ગામના ખેડૂતે ઓઈલ પામની ખેતી માંથી  ખુબ સારી આવક મેળવી

આણંદ-આણંદ જિલ્લામાં  છેલ્લા ત્રણેક મહિનાથી ચાલી રહેલા લોક ડાઉન હેઠળના સમય ગાળામાં પણ એવા ખેડૂતો સામે આવ્યા છે કે, વિવિધ રોકડીયા પાકોથી લાખો રૂપિયાની આવક મેળવી આવેલી મુસીબતો, આફત, અવરોધ, પડકારો, ને આવક ના અવસર માં બદલી પોતાનો સમય શ્રેષ્ઠ કર્યો કર્યો છે

સામાન્ય રીતે ખેડૂતો ઋતુ  પ્રમાણે ખેતી કરતા હોય છે પણ  ખેતીમાં રોગ કે કમોસમી  વરસાદ અને બીજા અનેક કારણો સર પાક નિષ્ફળ જતો હોય છે.અને મોટુ નુકસાન થતું હોય છે. ખેડુતોને આવી હાલત  માંથી  બહાર લાવવા અને તેઓને ઝડપથી અને ઓછા સમયમાં પાક તૈયાર થાય અને રોકડા નાણાં મળે તેવા પાકો માટે રાજ્ય સરકાર ખેડુતો માટે ખૂબ સંવેદનસીલ છે.  આવકમાં કઈ રીતે વધારો કરી શકાય તેનું પણ પૂરતું ધ્યાન રાખી રહી છે.

રાજ્ય સરકારના ખેતી વાડી અધિકારી શ્રી ,બાગાયત ,અને આત્મા પ્રોજેક્ટ, દ્વારા માર્ગ દર્શન કરવામાં આવે છે અને અનેક યોજનાઓ , સહાય સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે જેનો ખેડૂતો લાભ લઈ આગળ પણ આવી રહ્યા છે જેના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના હીતને ધ્યાનમાં રાખી ઓઇલ પામની ખેતી કરાવવા માટે કઈ કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા માન્યતા પણ આપવામાં આવી છે.

તેમાની એક કંપની દ્વારા આણંદના વઘાસી ગામના ખેડુત મનહરભાઇ પટેલને ઓઇલ પામની ખેતી વિશે પૂરતું જ્ઞાન આપીને છેલ્લા ૧૦ વર્ષથી ૧૬  વીઘા જમીન માં  ઓઇલ પામની ખેતી કરાવી રહ્યા છે. હાલ કોરોના મહામારી અને સંક્રમણનો સમય તેમજ ત્રણેક મહિનાનું લોક ડાઉનનો ગાળો  ચાલી રહ્યો હોવા છતા આ ખેડુતની આવકમાં કોઈ પણ જાતનો ઘટાડો આવ્યો નથી. અને આ ખેતીમાં કોઇપણ પ્રકારનો રોગ કે કમોસમી વરસાદે હેરાન કર્યા નથી.

મનહરભાઈ પટેલ આ ખેતીમાં બારે બાર માસ એકધારી આવક મેળવી રહ્યા છે. મનહરભાઇ પટેલ દ્વારા આવા મહામારીના સમયમા પણ તેમની ઓઇલ પામની ખેતીની આવકમા કોઈપણ જાતનો ઘટાડો આવ્યો નથી તે વાતની જાણ નાયબ બાગાયત નિયામક શ્રી પિલ્લાઈને  થતા તેઓએ કલેક્ટરશ્રી આર જી. ગોહીલ  અને  જીલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમાર , તાલીમી આઇ. એ. એસ.અધિકારી શ્રી સચિન કુમારે વઘાસી ગામના ઓઇલ પામ ની ખેતી કરતા ખેડૂત મનહરભાઇ પટેલના ખેતરની મુલાકાત  લીધી હતી

કલેકટરશ્રીએ ઓઇલ પામ ની ખેતી વિશે જાણકારી મેળવી અને અન્ય ખેડૂતો માટે ઓઇલ પામ ની ખેતી કાયમી આવક આપનારી હોવાથી  તેમાથી પ્રેરણા લેવા જણાવ્યું હતુ  કલેકટરશ્રી, ડી.ડી.ઓશ્રી, એ ખેડૂત મનહર ભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા ઓઇલ પામની ખેતી વિશે જાણકારી મળેવી  કલેકટરશ્રીએ પણ ખેડૂતને ખેતી વિશે ઘણું માર્ગદર્શન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.