આણંદ જિલ્લામાં વરસાદની તોફાની બેટીંગે તારાજી સર્જી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/Rain-1-scaled.jpg)
प्रतिकात्मक
આણંદ, આણંદ જિલ્લામાં મેધરાજાએ તોફાની બેટીંગ કરી છે ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી થઇ ગયું છે જિલ્લામાં ૨૪ કલાકમાં ૧૨.૫ ઇચ વરસાદ ખાબકયો છે. જેમાં સૌથી વધારે બોરસદ તાલુકામાં ૭ ઇચ વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદથી જનજીવનને ભારે અસર થઇ છે.
જિલ્લાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. આણંદમાં ૧૨.૫ ઇચ,બોરસદ ૭ ઇચ,પેટલાદ ૬.૧ ઇચ આંકલાવ ૫.૪ ખંભાત ૪.૫ ઇચ,તારાપુર ૩.૯ ઇચ સોજીત્રા ૩.૯ ઇચ અને ઉમરેઠમાં ૩.૫ ઇચ વરસાદ થયો છે. આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ થતા ભારે પરેશાની ઉભી થઇ છે જિલ્લામાં ૧૨.૫ ઇચ વરસાદે તારાજી સર્જી છે શહેર સહિતના ગામોમાં પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે.ભારે વરસાદથી રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.આણંદ શહેરના તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે શહેરમાં રસ્તાઓ બંધ થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા છે.HS