આણંદ જિલ્લામાં ૫૬૪ મનો દિવ્યાંગ વ્યક્તિઓને 31.90 લાખ સહાય અપાઇ
ગુજરાત વિધાનસભા ખાતે આણંદ જિલ્લામાં મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યુ છે કે આણંદ જિલ્લામાં આ યોજના હેઠળ ૫૬૪ લાભાર્થીઓને રૂા.૩૧.૯૦ લાખની સહાય ચૂકવાઇ છે.
તેમણે ઉમેર્યુ કે, આણંદ જિલ્લામાં આ યોજના હેઠળ ૫૭૦ અરજીઓ મળી હતી એ પૈકીની ૬ અરજીઓમાં પૂરતા ડોક્યુમેન્ટ નહી હોવાને લીધે નામંજૂર કરાઇ છે.
આ યોજના અંતર્ગત આણંદ તાલુકામાં ૧૭૭ અરજીઓ, ઉમરેઠ તાલુકામાં ૬૩, ખંભાતમાં ૯૩, તારાપુરમાં ૦૯, પેટલાદમાં ૯૪, અંકલાવમાં ૩૧, બોરસદમાં ૮૯, સોજીત્રા તાલુકામાં ૧૪ મળી કુલ ૫૭૦ અરજીઓ મળી હતી. જે પૈકી ૫૬૪ મનો દિવ્યાંગ વ્યક્તિઓને સહાય ચૂકવવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.