Western Times News

Gujarati News

આણંદ જિલ્લા કક્ષાના મેગાજોબ ફેર યોજાયો

(માહિતી)આણંદ, જિલ્લા રોજગાર કચેરી,આણંદ, યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર વલ્લભવિદ્યાનગર અને સેન્ટ સ્ટીફન ઇન્સ્ટીટ્યુટ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજી આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લાના રોજગાર વાંચ્છુઓની ઉમેદવારોની રોજગાર અર્થે જિલ્લાકક્ષાના મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના મેગા જોબ ફેરમાં ૧૨૦૦ થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા તેમજ ૩૩ કેટલા નોકરીદાતાઓ હાજર રહ્યા હતા જેમાં આઇ.કા.મેટ ઇન્ડિયા પ્રા.લિ, આણંદ, ચેમ્ફીલ્ટ વિદ્યા વાયર પ્રાઇવેટ લિમિટેડ, અનુપમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આણંદ,સ્વીસ ગ્લાશકોટ ઇક્વિપમેન્ટ લિમિટેડ, ડિ-માર્ટ, સત્યેન્દ્ર પેકેજીંગ ક્રિષ્ના હોસ્પિટલ, ઝાયડસ હોસ્પીટલ, બેરોક ફાર્માસ્યુટિકલ, ફાર્મનજા હર્બલ, ડી માર્ટ દિવ્યભાસ્કર, કોજન્ટ ઈ સર્વિસ ઉપરાંત અન્ય વિવિધ સેક્ટરના નોકરીદાતાઓ ઉપસ્થિતથ રહ્યા હતા.

મેગા જોબ ફેરમાં આવેલ રોજગાર વાચ્છુઓની સુપરવાઇઝર, ટર્નર, ફીટર, ટેકનિશિયન, એકાઉન્ટ, મશીન ઓપરેટર, હેલ્પર, વર્કર, બેંક ઓફિસ, એજ્યુકેટીવ, વેલ્ડર, ગ્રાઈન્ડ,ર સીએનજી ઓપરેટર, સ્ટાફ નર્સ, માર્કેટિંગ એજ્યુકેટીવ, સેન્ટર મેનેજર, કસ્ટમરકેર એજ્યુકેટીવ, સિક્યુરિટી ગાર્ડ, તેમજ અન્ય ૧૦૧૩ ખાલી જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ મેગા જોબ ફેર માં નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ ૮૪૦ ઉમેદવારોને પ્રાથમિક પસંદગી કરી હતી આણંદ જિલ્લા કક્ષાના મેગા જોબ ફેરમાં પ્રાદેશિક રોજગાર કચેરીના નાયબ નિયામક બી.એમ.ચાવડા, જિલ્લા રોજગાર કચેરી, આણંદના રોજગાર અધિકારી ડી.કે.ભટ્ટ, મોબાલાઈઝેશન કમ પ્લેસમેન્ટ ઓફીસર(એમ.સી.સી.) નિર્મલકુમાર રોહિત તથા રોજગાર કચેરી સ્ટાફ અને સેન્ટ સ્ટિફન ઇન્સ્ટીટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજી, આણંદના ચેરમેન વાલેસ ક્રિશ્ચિયન તથા આચાર્ય શૈલેષ પરમાર અને સંસ્થાના કર્મચારીઓએ ભરતી મેળા ને સફળ બનાવ્યો હોવનું જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.