આણંદ જિલ્લા ન્યાયાલય ખાતે વ્યથિત બાળ જુબાની કેન્દ્રનો પ્રારંભ
ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી શ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિ વ્યથિત કે પીડિતા ભયમુક્ત વાતાવરણમાં જુબાની આપી શકશે
આણંદ: આણંદ જિલ્લા ન્યાયાલયમાં ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લુ મુકાયુ હતુ.
આ કેન્દ્ર એક પ્રકારની હાઇટેક સુવિધોથી સજ્જ અદાલત જ છે જ્યા વ્યથિત , પીડીતા કે સાક્ષી બાળકો ભયમુક્ત વાતાવરણમાં પોતાનો કેસ સાબિત કરવા પોતાની હકીકત લક્ષી જુબાની આપી શકશે.
આ કેન્દ્રમાં સાક્ષી તેમજ આરોપી બંનેને જુબાની આપવા માટે અલગ અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં આરોપી કે સાહેદનો પીડાતાના કોઇ પણ પ્રકારનો સંપર્ક થતો નથી અને ભયમુક્ત રીતે પોતાનો પક્ષ મુકી શકે છે.
આ આધુનિક સુવિધાઓથી સજ્જ જુબાની કેન્દ્ર ખુબ જ ટુંકા ગાળામાં માર્ગ અને મકાન વિભાગ આણંદ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે.
આણંદ જિલ્લામાં વ્યથિત બાળ જુબાની કેન્દ્રની સુવિધાના કારણે બાળકોને ત્વરિત અને સરળ રીતે ન્યાય મળી શકશે.
આજે આ કેન્દ્રમાં નામદાર ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ શ્રી વી.પી.પટેલની ઉપસ્થિતિમાં પ્રાયોગિક રૂપે ગુડ ટચ બેડ ટચને લગતા એક વ્યથિત બાળકીના ડેમો કેસની જીવંત જુબાની આધુનિક ટેકનોલોજીના ઉપકરણોના માધ્યમથી સફળતા પૂર્વક નોંધવામાં આવી હતી. જે સફળ રહેતા સર્વે ન્યાયાધીશશ્રી અને ઉપસ્થિત વકીલશ્રીઓએ ખુશી વ્યક્ત કરી હતી.
ત્યારબાદ વડી અદાલતના ન્યાયાધીશ શ્રી વી.પી.પટેલ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ શ્રી આર.એમ. સરીન, જિલ્લા કલેક્ટરશ્રી આર.જી.ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.ડી.જાડેજા, કાર્યપાલક ઇજનેર શ્રી રાઠોડ સાથે એક બેઠક યોજી હતી અને જિલ્લામાં નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય મળી રહે તે માટે જિલ્લાભરમાં અદાલતો માટેની માળખાગત સુવિધાઓ માટેની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
આ આધુનિક સુવિધાઓથી સજ્જ જુબાની કેન્દ્ર ખુબ જ ટુંકા ગાળામાં માર્ગ અને મકાન વિભાગ આણંદ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે.
આ પ્રસંગે જિલ્લા મુખ્ય ન્યાયાધીશ શ્રી આર.એમ. સરીન, જિલ્લા કલેક્ટરશ્રી આર.જી.ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.ડી.જાડેજા, તેમજ ન્યાયાધીશશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.