આણંદ જીલ્લા પંચાયતમાં પ્રમુખ- ઉપપ્રમુખ બીન હરીફ ચુંટાયા
(પ્રતિનિધિ) આણંદ, જીલ્લા પંચાયતના હોલમાં જીલ્લા કલેકટર આર.જી. ગોહીલ અને ડી.ડી.ઓ.ની ઉપસ્થિતીમાં પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીનો પ્રારંભ થયો હતો. જાેકે પ્રમુખ- ઉપપ્રમુખ પદ માટે કોઈએ ઉમેદવારી ફોર્મ ભર્યુ ન હતું જેથી કલેકટરે પ્રમુખ તરીકે હંસાબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ પટેલ બીન હરીફ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા હતા.
આ પ્રસંગે જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, પૂર્વ સાંસદ બાલસિંહ વડોદિયા, દીપક સાથી તથા જીલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહી વિજેતાઓનું સન્માન અને મો મીઠું કરાવ્યું હતું જયારે કા. ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ પક્ષના નેતા શ્રી કિરણભાઈ પરમાર, દંડક શ્રી રમેશભાઈ રાઠોડની નિમણુંક કરવામાં આવી છે.*