આણંદના ઉમ્મીદ ગ્રુપ દ્વારા ડોર ટુ ડોર હોમિયોપેથીક દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
આણંદ શહેર માં દિવસે ને દિવસે કોરોના એ મહામારી સર્જી છે અને ખાસ કરીને પૂર્વપટ્ટી વિસ્તાર માં છેલ્લા એક અઠવાડિયા થી કે રીતે સંક્રમિત દર્દીઓ ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે ત્યારે આણંદ શહેર ના ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ ના હિત માટે અને આ મહામારી માં લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા કરી હોમીઓપેથીક દવાનું ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવ્યું.
સાથે સાથે આ દવાનો ઉપયોગ કઈ રીતે કરવો અને આ રોગ થી બચવા ક્યાં ક્યાં પગલાં લેવા તેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી. રવિવાર થી શરૂ કરેલ આ કાર્યમાં પ્રથમ દિવસે દાતાર સોસાયટી,મિલન સોસાયટી,રોયલ પાર્ક,શકિના પાર્ક,મીરા ફાર્મ, રહીમાં નગર,અલેફપાર્ક,બૈતુલ આઇશા પાર્ક સહિત અન્ય ૧૧ જેટલી સોસાયટીમાં આ દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્ય ને સફળ બનાવવા ઉમ્મીદ ગ્રુપ ના ડો.જાવેદ,ડો.સોહેલ વહોરા ,રિયાઝ વહોરા,ટીફૂ ભાઈ કાજલ,ઇમરાન કલાસીસ, સહિત મોટી સંખ્યા માં યુવાઓએ હાજર રહી સોસીયલ ડિસ્ટન અને સરકાર ની તમામ ગાઈડલાઈન નું પાલન કરી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો. આગામી દિવસો માં અન્ય વિસ્તારોમાં ૧૦ હજાર થી વધુ પરિવારો ને આ દવાનું વિતરણ કરવામાં આવશે તેવું ઉમ્મીદ ગ્રુપ ના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું