Western Times News

Gujarati News

આણંદ પશુપાલકો માટે સારા સમાચાર: અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં આખરે કર્યો વધારો

પ્રતિ કિલો ફેટના ૭૩૦ના વધીને રૂપિયા ૭૪૦ કરી દીધા છે જેના લીધે ૬ લાખ પશુપાલકોને મોટો લાભ થશે

આણંદ, આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના ૬ લાખ પશુપાલકો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.૧૦નો વધારો કર્યો છે.પ્રતિ કિલો ફેટના રૂ.૭૩૦ના વધીને રૂ.૭૪૦ કરી દીધા છે જેના લીધે આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના ૬ લાખ પશુપાલકોને મોટો લાભ થશે.

ગત વર્ષ ૨૦૨૧માં અમુલનું વાર્ષિક ટર્ન ઓવર ૧૦ હજાર કરોડ પાર પહોંચ્યું છે. ગયા વર્ષે દૂધ ની આવક ૧૩૧ કરોડ લીટર થઈ હતી.ચાલુ વર્ષે ૧૫૦ કરોડ લીટર દૂધ ની આવક થઈ છે. ખેડુતો ને અંતિમ ભાવ ની રકમ માં પણ ૯.૩૭ ટકા નો વધારો કરાયો હતો. ગત વર્ષે ૩૨૦ કરોડ અંતિમ ભાવ ની ચુકવણી થઈ હતી. ચાલુ વર્ષે ૩૫૦ કરોડ થી વધુ રકમ ખેડૂતોને ચૂકવાઈ છે.

૧ માર્ચથી અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા સ્પેશિયલના ભાવમાં તેમજ છાસ અને દહીના ભાવમાં પણ પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના છાશ અને દહીંમાં ભાવ વધારા બાદ અમુલ દ્વારા પશુદાણમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. અમુલ ન્યુટ્રી ગોલ્ડ ૫૦ કિલો દાણના ભાવ ૧૩૫ જેટલો વધ્યો, જ્યારે અમુલ ન્યુટ્રી રિચ ૫૦ કિલોમાં ૨૦૦ રૂપિયાનો વધારો, ૧૧ માર્ચ ૨૦૨૨થી થશે નવો વધારો લાગુ થઈ ગયો હતો.

સાથે સાથે આ અગાઉ અમુલે પશુપાલકોને અપાતી કિંમતોમાં પણ વધારો કર્યો હતો પ્રતિ કીલો ફેટે પશુપાલકોને રૂ.૩૫ને સ્થાને રૂ૪૦ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. દૂધ બાદ બટરના ભાવમાં પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો હતો. હવે ૧૦૦ ગ્રામ બટર પેકિંગ હવે રૂ.૫૦ને સ્થાને રૂ.૫૨માં મળશે, ૫૦૦ ગ્રામ બટર પેકિંગ રૂ.૨૪૫ના બદલે રૂ.૨૫૦માં મળશે જ્યારે એક કિલો બટરની કિંમત રૂ.૫૩૦થી વધીને રૂ.૫૫૦ પહોંચી છે.

દૂધની અનેક બનાવટો બનાવતી અમુલ હવે નવી પહેલ કરવા જઈ રહી છે. અમુલ હવે ઘંઉનો ઓર્ગેનિક લોટ પહોંચાડવા જઈ રહી છે. હાલમાં અમુલ દ્વારા ઘઉંના લોટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ ઓર્ગેનિક લોટનો ભાવ ૧ કિલોના ૬૦ રૂપિયા અને ૫ કિલોના ૨૯૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.જૂન મહિનાથી અમુલ ઓર્ગેનિક લોટ માટે ઓનલાઈન ઓર્ડર કરી શકાશે જેમાં સમગ્ર ગુજરાત,દિલ્હી, એન.સી.આર, મુંબઇ અને પુણેમાં હોમ ડિલીવરી કરવામાં આવશે.

આ ઉપરાંત આવનાર સમયમાં અન્ય કઠોળ દાળ, ચોખા જેવી વસ્તુઓ પણ લોન્ચ કરવાની તૈયારી અમુલે આરંભી દીધી છે. વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી કેન્સર, હાર્ટએટેકટ, ડાયાબિટીસ જેવા રોગ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ગ્રાહકોને વધુ ટકાઉ અને તંદુરસ્ત જીવનશૈલી તરફ વાળવના આશયથી અમુલ દ્વારા આ પહેલ કરવામાં આવી રહી છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.