આણંદ પાસે અકસ્માતમાં ૧૩ મુસાફરો ઘાયલ થયા

આણંદ, બોરસદ આણંદ માર્ગ પર વહેરા પાટિયા નજીક બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને મીની ટ્રાવેલર્સ બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાવેલર્સમાં સવાર ૧૨ થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. આ તમામ મુસાફરો કર્ણાટકથી આવ્યા હતા.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાટકથી કેટલાક દર્શનાર્થીઓ રેલવે દ્વારા આણંદ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા.
આણંદ રેલવે સ્ટેશનથી મુસાફરો ટેમ્પો ટ્રાવેલર બસમાં સવાર થઈને માણેજ જઈ રહ્યા હતા. આ તમામ મુસાફરો માણેજ પાસે મણિલક્ષ્મી તીર્થ ખાતે દર્શનાર્થે જવાના હતા, તે પહેલા જે બોરસણના આણંદ રોડ પર વહેરા પાટિયા પાસે તેમની ગાડીને અકસ્માત સર્જાયો હતો.
એસટી બસ અને મિની ટ્રાવેલર્સ સામસામે ટકરાઈ હતી. વહેલી સવારે ૫ વાગ્યે અકસ્માત સર્જાયો હતો. જેના બાદ ૧૦૮ દોડતી થઈ હતી. ૧૨ થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની ઘટનામાં ચાર મુસાફરોની સ્થિતિ ગંભીર છે. ઘટના બાદ સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા. તેમજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.SSS