આણંદ શહેરમાં પત્રકારો માટે રસીકરણ વેકસીનેશન કેમ્પ યોજાયો

આણંદ શહેરમાં પત્રકારો માટે બીજા ડોઝની રસી માટે એસ.પી. પોલીસ હેડ કર્વાટર ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં રસીકરણ વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રથમ ડોઝના ૮૪ દિવસ પૂર્ણ થતા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.ટી. છારી દ્વારા પત્રકારો માટે બીજા ડોઝ આપવા માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કર્યું હતું.
જેમાં માહિતી વિભાગના અધિકારી દીપક ભટ્ટ તેમજ પત્રકારો સહિત અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.