આતંકનો ખાતમો કરવા ઘાટીમાં આસામ રાઇફલ્સની મહિલા સેના પહોંચી

File Photo
નવીદિલ્હી: ભારતીય સેનાએ આસામ રાઈફલ્સની મહિલા સેનાને મોટી જવાબદારી સોંપી છે. તેમને પુરુષ જવાનોની મદદ માટે કાશ્મીરમાં તહેનાત કરવામાં આવી છે. તેમની તહેનાતી કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં થઈ છે, જ્યાં તેઓ આતંકવાદ વિરુદ્ધ અભિયાનમાં જવાનોને મદદ કરી રહી છે. મહિલાઓ અને બાળકોની તપાસ માટે સુરક્ષકર્મી મોટર-વ્હીકલ ચેકપોઈન્ટ પર તહેનાત છે, સાથે જ તે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન દરમિયાન ઘરે-ઘરે તપાસમાં પણ મદદ કરી રહી છે.
મહિલા સેનાની તહેનાતી મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં કરાઈ છે, જ્યાં તેઓ આતંકવાદવિરોધી અભિયાનમાં જવાનોને મદદ કરી રહી છે. મહિલા સેનાની તહેનાતી મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં કરાઈ છે, જ્યાં તેઓ આતંકવાદવિરોધી અભિયાનમાં જવાનોને મદદ કરી રહી છે.મહિલા સુરક્ષા કર્મચારી જ્યોત્સના કહે છે, અભિયાન દરમિયાન અમે કાળજી લઈએ છીએ કે મહિલાઓને કોઈ મુશ્કેલી ન પડે. તપાસ કર્યા પછી અમે તેમને સલામત સ્થળે પહોંચાડીએ પણ છીએ. અમને આશા છે કે કાશ્મીરી છોકરીઓ પણ પ્રેરિત થઈને રાષ્ટ્રની સેવા કરવા સેનામાં જાેડાશે.
મહિલા સૈનિક રૂમાન રૂપાલી કહે છે, અમે પુરુષ જવાનોની જેમ જ ડ્યૂટી કરીએ છીએ. અમે ઘેરાવો કરવા અને સર્ચ-ઓપરેશનમાં જઈએ છીએ. અમે ક્યારેય ડરતા નથી અને પડકારભર્યા કામથી ખુશ છીએ. અમે સ્થાનિક મહિલાઓની સેવા કરવા માટે અહીં છીએ.આ મહિલા સૈનિકો અગાઉ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં તહેનાત હતાં. તેમને માદક દ્રવ્યોની વધતી તસ્કરીને રોકવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ખરેખર, નિયંત્રણ રેખાની નજીક જનારી શંકાસ્પદ મહિલાની તપાસ કરવામાં પુરુષ સૈનિકોને મુશ્કેલી પડી રહી હતી.
એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા સૈનિકોના આવવાથી તસ્કરીને અટકાવવામાં મદદ મળી રહી છે. તેમણે જણાવ્યું હતું કે પુરુષ સૈનિકો માટે મહિલાઓને ચેક કરવાનું કામ શક્ય ન બનતું હતું. હવે આ કામ મહિલા સૈનિક સારી રીતે કરી શકે છે. આ મહિલા જવાનોની તહેનાતીથી કાશ્મીરમાં મહિલાઓની મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ મળશે.હાલમાં જ લગભગ ૨૦૦૦ કાશ્મીરી યુવતીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસની ભરતી રેલીમાં ભાગ લીધો હતો. આ ભરતી ૬૫૦ પોસ્ટ્સ પર હતી. અહીં બે મહિલા બટાલિયનની રચના કરવામાં આવી રહી છે.
આ માટે કાશ્મીર અને જમ્મુથી ૬૫૦-૬૫૦ મહિલાની ભરતી કરવામાં આવી રહી છે.રેલીમાં ભાગ લેનારી મહિલાઓ દેશની સેવા કરવા માટે ઉત્સાહિત હતી. ૨૬ વર્ષીય સના જાન ઉત્તર કાશ્મીરની છે. તે કહે છે, પોલીસમાં સામેલ થવાનો મારો જુસ્સો છે. હું દેશની સેવા કરવા માગું છું અને હું સમાજમાંથી ગુનાખોરીને ખતમ કરવા માગું છું.
કુપવાડામાં પુરુષ સૈનિકો માટે મહિલાઓને ચેક કરવી શક્ય બનતું ન હતું. હવે આ કામ મહિલા સૈનિકો દ્વારા સારી રીતે કરવામાં આવી રહ્યું છે.એડીજીપી દાનેશ રાણા ભરતીપ્રક્રિયા પર નજર રાખી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર બટાલિયન કક્ષાએ પોલીસ ભરતી કરવામાં આવી હતી. છોકરીઓ પોલીસ વિભાગમાં જાેડાવા માગે છે. તેઓ દેશની સેવા કરવા માટે ઉત્સાહિત છે.