આતંકવાદીઓના લોન્ચ પૈડ ભારતે ધ્વસ્ત કર્યા હોવાનો પાકનો ઇન્કાર
પાક પી ૫ દેશોના રાજદ્વારીઓને ભારતના દાવોની પોલ ખોલવા માટે તે જગ્યાનો પ્રવાસ કરાવવા ઇચ્છુક છે |
ઇસ્લામાબાદ, સર્જિકલ સ્ટ્રાઇલ અને બાલાકોટ એયરસ્ટ્રાઇક તરફથી ભારતીય સેના દ્વારા તોપોથી પીઓકેમાં આતંકવાદીઓના લોન્ચ પેડ ધ્વસ્ત કરવાની વાતનો સ્વીકાર કરવાનો પાકિસ્તાન ઇન્કાર કરી દીધો છે.પાક વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફૈસલે કહ્યું કે પાકિસ્તાન ભારતીય મીડિયાના તે રિપોર્ટને રદિયો આપે છે જેમાં કહેવામાં આવ્યું છે કે એલઓસીની પાસે પીઓકેમાં આતંકીઓના લોન્ચ પૈડ તબાહ કરી દીધા છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાને પરમાણુ હથિયાર સંપન્ન પી ૫(સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય)ના દેશોને બોલાવ્યા છે પાકિસ્તાન આ દેશોથી વિનંતી કરશે કે તે ભારતથી કહે કે તે આતંકી લોન્ટ પૈડની બાબતમાં જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવે ફૈસલે કહ્યું કે પાક પી ૫ દેશોના રાજદ્વારીઓને ભારતના દાવોની પોલ ખોલવા માટે તે જગ્યાનો પ્રવાસ કરાવવા ઇચ્છુક છે જયારે પાક.સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફુરે પણ ભારતીય મીડિયાના દાવાને રદિયો આપ્યો છે.
ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર તનાવ જારી છે લગભગ એક મહીનાથી પાકિસ્તાન ગોળીબાર કરી લશ્કરી પોસ્ટ સહિત રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે હીરાનગર સેકટરમાં સીમાવર્તી મનિયારી ગામના લોકોએ પાકિસ્તાનની વિરૂધ્ધ પ્રદર્શન શરૂ કરી રોષ વ્યકત કર્યું છે. કેન્દ્ર સરકારને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવની માંગ કરી છે. ગ્રામીણોનું કહેવુ છે કે બાળકો વિસ્ફોટોના જવાજથી ગભરાઇ ઉઠે છે ગ્રામીણોએ કેન્દ્રને સુરક્ષિત સ્થાન પર પાંચ પાંચ મરલેના પ્લાટ આપવાની વિનંતી કરી છે.