આતંકવાદી એંગલ મળ્યા બાદ NIA પણ તપાસમાં જાેડાઈ

અમદાવાદ, ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ૨૫ જાન્યુઆરીએ થયેલી કિશન ભરવાડ હત્યાની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પણ જાેડાઈ છે.
એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમને આ કેસમાં આતંકવાદી એંગલ મળ્યા પછી UAPAની અરજી કરવામાં આવી હોવાથી NIA અધિકારીઓ તપાસમાં જાેડાયા છે, પરંતુ સત્તાવાર રીતે તપાસ હાથ ધરી નથી.’ એટીએસ અધિકારીએ જણાવ્યું હતું કે એનઆઈએ ઉપરાંત, કેન્દ્રીય આઈબી પણ કેસની વિગતો લઈ રહી છે કારણ કે તેની દિલ્હી સાથે પણ લિંક્સ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી પાકિસ્તાનના કોઈપણ સંગઠન સાથે કોઈ જાેડાણ સ્થાપિત થયું નથી. એવી અફવાઓ છે કે પાકિસ્તાનના અમુક સંગઠનો દિલ્હીના મૌલવી મૌલાના કમર ગની ઉસ્માની અને અમદાવાદ સ્થિત મૌલવી અય્યુબ જવરાવાલા સાથે સંકળાયેલા હતા, જેમણે કથિત રીતે બે મુખ્ય આરોપીઓ શબ્બીર ચોપડા અને ઇમ્તિયાઝ પઠાણને ભરવાડની હત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા, પરંતુ પાકિસ્તાન કનેક્શનના કોઈ પુરાવા ન મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ATS અધિકારીઓએ ભરવાડની હત્યા માટે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી હતી, જેમની એક વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ પર કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તેવું એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
એટીએસના ડીવાયએસપી બી એચ ચાવડાએ જણાવ્યું હતું કે, ચોપડા અને તેના મિત્ર પઠાણે અગાઉ આ જ પ્રકારની ફેસબુક પોસ્ટ શેર કરવા બદલ પોરબંદરના રહેવાસી સાજન ઓડેદરાને મારી નાખવાની યોજના બનાવી હતી.
ATSએ બુધવારે રાજકોટ સ્થિત પિસ્તોલ સપ્લાયર રમીઝ સેતા પોરબંદર રહેવાસી, મોહમ્મદ હુસૈન ખત્રી અને ધંધુકાના મતીન મોદનની ધરપકડ કરી હતી. ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. મોદને ચોપડા અને પઠાણ જ્યારે ભરવાડની હત્યા બાદ ભાગી રહ્યા હતા ત્યારે તેમને રહેવા, ભોજન અને રૂ. ૮,૦૦૦ રોકડા આપ્યા હતા, એમ ચાવડાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, વપરાયેલી પિસ્તોલ સેતાની હતી જેણે તેને એક અઝીમ સમાને આપી હતી. જાવરવાલાએ થોડા સમય પહેલા સમા પાસેથી હથિયાર લીધું હતું અને હત્યા માટે ચોપડાને આપ્યું હતું.SSS