આતંકવાદ બન્યો યુધ્ધ છેડવાનો માર્ગ, વિશ્વ યુધ્ધોની જેમ જનસંહારનો ખતરો: ભારત
નવીદિલ્હી, બીજા વિશ્વ યુધ્ધ સમાપ્ત થવાના ૭૫ વર્ષ પુરા થવા પ્રસંગ પર ભારતે દુનિયાને ચેતવણી આપી છે કે આતંકવાદ સમકાલીન વિશ્વ યુધ્ધ છેડવાની પધ્ધતિ બની સામે આવ્યું છે. તેનાથી પૃથ્વી પર તે રીતના જનસંહાર થવાનો ખતરો છે જેવો બંન્ને દેશો વિશ્વ યુધ્ધોના દરમિયાન જાેવા મળ્યો હતો.
એ યાદ રહે કે બીજુ વિશ્વ યુધ્ધ ૧ સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ શરૂ થયુ હતું અને ૨ સપ્ટેમ્બર ૧૯૪૫ના રોજ સમાપ્ત થયું હતું. જાપાન દ્વારા અમેરિકાની સમક્ષ સરેંડર કર્યા બાદ આ સમાપ્ત થયું હતુંતેમાં છથી આઠ કરોડ લોકો માર્યા ગયા હતાં. આ વિશ્વની તે સમયની વસ્તીના ૩ ટકા હતી ૨૦૨૦માં તેની સમાપ્તિને ૭૫ વર્ષ પુરા થઇ ગયા છે.
સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ આશીષ શર્માએ કહ્યું કે દ્વિતીય વિશ્વ યુધ્ધ સમાપ્ત થવાના ૭૫ વર્ષ પુરા થનાર છે અમ સંયુકત રાષ્ટ્રના હેતુ અને તેના આધારભૂત સિધ્ધાંતો પ્રત્યે પ્રતિબધ્ધતાને પુન પુષ્ટ કરવાની તક આપીએ છીએ સંયુકત રાષ્ટ્રનો હેતુ યુધ્ધના અભિશાપથી આવનારા પેઢીઓને બચાવવાનો છે.
બીજા વિશ્વ યુધ્ધના પીડિતોના સન્માનમાં આયોજીત વિશેષ બેઠકમાં શર્માએ કહ્યું કે આતંકવાદ સમકાલીન દુનિયામાં યુધ્ધ છેડવાની એક પધ્ધતિના રૂપમાં સામે આવ્યું છે તેનાથી દુનિયામાં તે પ્રકારના નરસંહાર થવાનો ખતરો છે જાે આપણે બંન્ને યુધ્ધો દરમિયાન જાેયો હતો. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે અને વૈશ્વિક સ્તર પર પ્રયાસો દ્વારા જ તેનો સામનો કરી શકાય છે.
તેમણે વિશ્વના દેશોથી અપીલ કરી છે કે તે યુધ્ધ છેંડવાના સમકાલીન પ્રારૂપોથી લડવા અને વધુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત દુનિયા સુનિશ્ચિત કરવા માટે સ્વયંને સમર્પિત કરે. શર્માએ કહ્યું કે દ્રિતીય વિશ્વ યુધ્ધ દરમિયાન ભારતીય મહાદ્રીપના ઇતિહાસમાં સૌથી વધુ સંખ્યામાં સૈન્ય કર્મચારીઓએ ભાગ લીધો ઔપનિવેશિક શાસનની આધીન થવા છતાં ભારતના ૨૫ લાખ જવાન દ્વિતીય વિશ્વ યુધ્ધમાં લડયા ભારતીય સેના ઇતિહાસના સૌથી મોટા સ્વંયસેવી બળ છે જેના ૮૭,૦૦૦ જવાનોના જાન ગયા અથવા તે ગુમ થયા અને લાખો જવાન ગંભીર રીતે ઘાયલ થયા.HS