આતંકવાદ માનવતાની સામે સૌથી મોટો ખતરો છે : મોદી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/1561568744-7229.jpg)
ઓસાકા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે ત્રાસવાદ માનવતાની સામે સૌથી મોટો ખતરો રહેલો છે. કારણ કે ત્રાસવાદીઓ માત્ર નિર્દોષ લોકોને જ મોતને ઘાટ ઉતારી રહ્યા નથી બલ્કે આના કારણે સામાજિક Âસ્થરતા અને આર્થિક વિકાસને પણ અસર થઇ રહી છે.
ઓસાકામાં અનૌપચારિક બ્રિકસ નેતાઓની બેઠકમાં મોદીએ આ મુજબની વાત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે ત્રાસવાદને તમામ પ્રકારના સમર્થનને રોકી દેવાની જરૂર છે. વંશવાદ અને પક્ષપાતને કોઇ કિંમતે ચલાવી લેવાય નહીં. તેમણે કહ્યુ હતુ કે ત્રાસવાદ આજે વિશ્વની સામે ખતરો હોવાની સાથે સાથે પડકાર પણ છે.
જી-૨૦ શિખર બેઠકના ભાગરૂપે ઓસાકામાં પહોચેલા મોદીએ જુદા જુદા વિષય પર વાત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે ડિજિટલાઇઝેશન જેવા ફાસ્ટ ચેન્જિંગ ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં વિકાસ ખુબ મોટી બાબત છે. બાવિ પેઢીની સાથે સાથે અન્ય લોકો માટે પણ આજે ક્લાઇમેટ પડકારરૂપ છે.
મોદીએ તેમના સંબોધનમાં ડબલ્યુટીઓને મજબુત કરવા, સંરક્ષણવાદની સામે લડવા અને એનર્જી સિક્યુરિટીની ખાતરી કરવા જેવા વિષય પર વાત કરી હતી. ત્રાસવાદની સામે સાથે મળીને લડવાનો સમય પણ આવી ગયો છે. આતંકવાદની સામે લડવાની બાબત ખુબ સર્વસામાન્ય બની ગઇ છે.
જી-૨૦ બેઠકના ભાગરુપે મોદીએ બ્રિક્સના નેતાઓની બેઠકમાં પણ સંબોધન કર્યું હતું. જેમાં મોદીએ બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય વેપાર પર એક તરફી નિર્ણય અને સ્પર્ધાને લઇને વાત કરી હતી. મોદીએ વિકસિત દેશોને ધ્યાન અપાવતા કહ્યું હતું કે, ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં સંશાધનોની તંગી પ્રવર્તી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડીરોકાણ માટે આશરે ૧.૩ ટ્રિલિયન ડોલરની જરૂર દેખાઈ રહી છે. મોદીએ બ્રિક્સ દેશોની બેઠકમાં રોજગારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને