આતંકીઓએ વધુ ૨ લોકોની હત્યા કરી આ મહિને ૧૧ નાગરિકોની હત્યા

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે કેમ કે આતંકવાદી ક્રુર હુમલામાં સામાન્ય નાગરિકોને સતત નિશાન બનાવી રહ્યા છે. પીડિતોના બિન મુસ્લિમ અલ્પસંખ્યક અથવા સ્થાનીય હોવાના કારણે આ હુમલાના નાગરિકોમાં ભય પેદા કર્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના દ્વારા ગત મહિનામાં ઓછામાં ઓછી ૧૧ હત્યાઓના કારણે આતંકવાદીઓની વિરુદ્ધ કાર્યવાહી શરુ થઈ ગઈ છે.
ગત અઠવાડિયાના હુમલામાં તબક્કામાં ૭૦૦થી વધારે લોકોની પુછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. સુરક્ષા દળોના આતંકવાદીઓની બહાર કાઢવા માટે અનેક ઓપરેશન પણ શરુ કરવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન અનેક સૈનિકો પણ શહીદ થયા છે.બિહારના વધુ બે સ્થાનીય મજૂરોની કુલગામમાં આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી દીધી.
ભાડાનીની દુકાન પર ગોળી ચલાવવામાં આવી હતી. આજે કુલગામના વાનપોહમા ભાડાની દુકાન પર આતંકીઓએ હુમલો કરી ગોળી બાર કર્યો. જેમાં બિહારના જાેગિંદર અને રાજા રેશી દેવની હત્યા કરી છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટના પૂર્વ ધારાસભ્યના નિવાસ સ્થાનની પાસે થઈ છે.
આ મહિને જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા નાગરિકો મોહમ્મદ શફી ડારને આ મહિનાના શરુઆતમાં ૨ ઓક્ટોબરે સુરક્ષા દળોની સાથે કથિત સંબંધના કારણે આતંકીઓએ મારી નાંખ્યો.માજિદ અહમદ ગોજરીની ૨ ઓક્ટોબરે આતંકીઓએ સુરક્ષા દળોને મદદ કરવાની શંકામાં ગોળી મારી હત્યા કરી. એક પ્રમુખ કાશ્મીરી પંડિત માખન લાલ બિંદુની ૫ ઓક્ટોબરે ગોળી મારી હત્યા કરી.
બિહારના વીરેન્દ્ર પાસવાનની ૫ ઓક્ટોબરે આતંકીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.બાંદીપોરામાં એક ટેક્સી સ્ટેડના અધ્યક્ષ અને કેબ ચાલક મોહમ્મદ શફી લોનની ઓક્ટોબરે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શફીને ગોળી મારી ભાગી રહેલા આતંકી ઈમ્તિયાજ અહમદ ડારની થોડાક દિવસ પહેલા એક ઓપરેશનમાં સુરક્ષાદળોએ ઠાર કર્યો હતો. શ્રીનગરની એક સરકારી સ્કૂલના પ્રિન્સિપલ સુપિન્દર કૌરની ૭ ઓક્ટોબરે ગોળી મારી હત્યા કરી હતી.
ત્યાકે સુપિન્દરની સ્કૂલના શિક્ષક દીપક ચંદની ૭ ઓક્ટોબરે ગોળી મારી હત્યા કરી હતી.ઉત્તર પ્રદેશના સગીર અહમદની ૧૬ ઓક્ટોબરે પુલવામામાં આતંકીઓએ ગોળી મારી હત્યા કરી.શનિવારે આતંકવાદીઓએ પાણીપુરી વેચનારા બિહારના અરવિંદ કુમાર શાહની ગોળી મારી હત્યા કરી.
બિહારના રાજા રેશી દેવની આજે કુલગામમાં ગોળી મારી હત્યા કરવામાં આવી.તેમજ આતંકીઓએ આજે રાજા રેશીની સાથે દુકાન પર રહેતા જાેગિંદર રેશી દેવની પણ ગોળી મારી હત્યા કરી દીધી.SSS