આતંકીઓના નિશાન પર હતા અન્ય ત્રણ સ્થળ

પહેલગામ આતંકવાદી હુમલામાં થયા ચોંકાવનારા ખુલાસા
(એજન્સી)નવી દિલ્હી,
૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં ઘણા ખુલાસા થયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓ ૧૫ એપ્રિલે જ પહેલગામ પહોંચ્યા હતા. અને આ ઘટના બાદ આંતકવાદી સોશિયલ મીડિયામાં એક્ટિવેટ હતા અને તેમના બોસને દરેક વસ્તુની માહિતી આપી રહ્યા હતા.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે, ચાલી રહેલી તપાસમાં ખુલાસો થઈ રહ્યો છે કે ગ્રાઉન્ડ ઝીરો પર આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા તેમના બોસને સંપૂર્ણ અપડેટ મોકલી રહ્યા હતા. આતંકવાદીઓ પાસે કેમેરા અને સેટેલાઇટ ફોન પણ હતા જેના દ્વારા તેઓ પાકિસ્તાન સાથે સીધા સંપર્કમાં હતા.
તપાસ દરમિયાન, એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તેને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ દ્વારા પણ નિર્દેશિત કરવામાં આવી રહ્યો હતો.એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓ ૧૫ એપ્રિલે જ પહેલગામ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએને આ આતંકવાદીઓને મદદ કરનારા લોકો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે પહેલગામ ઉપરાંત, આતંકવાદીઓના નિશાના પર ત્રણ વધુ સ્થળો હતા. ઘટના પહેલા ખીણમાં ત્રણ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.