Western Times News

Gujarati News

આતંકી હુમલાની ધમકી બાદ મુંબઈમાં હાઈ એલર્ટ: સાર્વજનિક સ્થળોએ વધારવામાં આવી સુરક્ષા

મુંબઈ, પાકિસ્તાનથી આવેલી આતંકી હુમલાની ધમકી બાદ મુંબઈમાં હાઈ એલર્ટ છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મુંબઈના દરેક મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા વધારી દેવાના આદેશ આપ્યા છે. મુંબઈ ઈન્ટરપોલ અને આઈબીની મદદથી પાકિસ્તાનથી આવેલા આ કોલ અને કોલ કરનારની સંપૂર્ણ જાણકારી શોધવામાં લાગી છે. કોલ કરનારા શખસે પોતાને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને આતંકી ગણાવ્યો હતો. સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કોલ પાકિસ્તાનમાં ટ્રેસ કરાયો છે તેની ઓળખ પણ કરવામાં આવી છે. દેશની ગૃપ્તચર એજન્સીની મદદથી આ કોલ કરનારનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.

મુંબઈના મુખ્ય ધાર્મિક સ્થળો, ફાઈવ સ્ટાર હોટલ્સ, મહત્વની સરકારી અને બિન સરકારી કચેરીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં તાજ મહેલ પેલેસ હોટલ, તાજ લૈંડસ એન્ડ હોટલ, સિદ્ધિવિનાયક મંદિર, બાબૂલનાથ મંદિર, મંબાદેવી મંદિર, હાજી અલી દરગાહ, મુંબઈ સ્ટોક એક્સચેન્જ, મંત્રાલયો, હાઈકોર્ટ સહિત મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ સામેલ છે.

આ સિવાય મુંબઈમાં કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે લગાવવામાં આવેલી નાકાબંધી આ ધમકી બાદ વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ પ્રમાણે મુંબઈમાં કુલ 191 સ્થળોએ નાકાબંધી લગાવવામાં આવી છે. સાથે જ કોસ્ટલ પેટ્રોલિંગને પણ વધારી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, મંગળવારની મધ્યરાત્રીએ 12.30 કલાકે મુંબઈની તાજ મંગળ પેલેસ અને તાજ લૈંડ્ઝ એન્ડ હોટલને પાકિસ્તાનના એક નંબરમાંથી કોલ આવ્યો. ફોન નંબરમાં પાકિસ્તાનનો કંન્ટ્રી કોડ હતો. પહેલો કોલ તાજ લૈંડ્ઝ એન્ડને કર્યો જે 37 સેકન્ડ સુધી ચાલ્યો અને બીજો કોલ હોટલ તાજ મહેલ પેલેસને કરવામાં આવ્યો જે 45 સેકેન્ડ સુધી ચાલ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.