આતંકી હુમલાનો ભોગ બનેલા પરિવારોને બાર વર્ષે વળતર
સુરત, ૨૦૦૮ના મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓએ કુબેર બોટના ત્રણ માછીમારોની હત્યા કરી હતી, તેમના પરિવારજનોને ૧૨ વર્ષ બાદ રૂ. ૫ લાખનું વળતર આપવામાં આવ્યું પણ તેમાં પણ સરકારે એવી શરત મૂકી દીધી કે પરિવાર હજુ ગરીબીમાં જ જીવવા મજબૂર થયા છે. શુક્રવારે મૃતક પાછીમારોના પરિવારજનોને સરકાર દ્વારા ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે વળતર આપવામાં આવ્યું, જેને તેઓ ૩ વર્ષ બાદ જ ઉપાડી શકે છે. હવે આ નાખુશ પરિવાર વિલાપ કરી રહ્યા છે, વળતરની રકમ લેવા માટે આટલા વર્ષો સુધી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પણ તેમને તો હાથમાં પૈસા ૧૫ વર્ષ બાદ જ મળશે. જોકે આ પરિવારોને હ્લડ્ઢ પરનું વ્યાજ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.
૧૨ વર્ષ પહેલા પરિવારનું પેટિયું રળનારા ઘરના મુખ્ય સદસ્યના જ મોતથી ગરીબીમાં સપડાઈ ગયેલા પરિવારો હાલમાં ખૂબ જ દયનીય હાલતમાં જીવી રહ્યા છે. આતંકી હુમલામાં માર્યા ગયેલા ત્રણ માછીમારોમાંથી એક મુકેશના દાદી લક્ષ્મીબેન રાઠોડે જણાવ્યું કે, ત્રણ વર્ષબાદ આ પૈસા જોવા માટે હું જીવિત હોઈશ કે નહીં તે નક્કી નથી. તેમણે અમુક રકમ આપવી જોઈએ જે પરિવાર તાત્કાલિક વાપરી શકે.’ ૯૦ વર્ષના લક્ષ્મીબેન પોતાના પરિવાર સાથે જર્જરિત ઝૂંપડીમાં રહે છે અને અમદાવાદ અને નવસારીમાં વળતર મેળવવા માટે સરકારી ઓફિસોમાં પોતાની રજૂઆતો કરીને શરીર પર અનેક ઈજાઓ મેળવી ચૂક્યા છે.
આવી જ રીતે નટુ નાનુના પત્ની ધર્મિષ્ઠા રાઠોડ પણ વળતરની રકમ ત્રણ વર્ષ માટે લોક કરવાની વાતથી નાખુશ છે. પોતાના ૧૮ વર્ષના દીકરાને ભણાવવા ઈચ્છતા ધર્મિષ્ઠા કહે છે, જો મને અત્યારે વળતરનો અમુક ભાગ મળ્યો હોત તો મારા સંતાનો ખાસ કરીને દીકરો પોતાનો અભ્યાસ ચાલુ રાખી શક્યો હોત.’ જ્યારે મૃતક માછીમાર બળવંતના પત્ની દમયંતી કહે છે, મારા પતિના મોતને ૧૨ વર્ષ થઈ ગયા. સરકારે વળતરના પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકીને અમારી યાતનાઓને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી દીધી છે. પરિવારોને વળતર ન મળવાનો મામલો વકીલ આનંદ યાજ્ઞિક મફતમાં હાઈકોર્ટ સમક્ષ ઉઠાવતા રહ્યા છે. આ પહેલા જૂનાગઢના મૃતક માછીમાર રમેશના પત્ની જસીબેન બાંભણિયાએ ૨૦૧૬માં આનંદ યાજ્ઞિક મારફતે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પોતાના વચગાળાના ચૂકાદામાં કોર્ટે પીડિતા પરિવારને ૫ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.SSS