આતાપી દ્વારા જંબુસરની ડાભા મિશ્ર શાળા ખાતે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આતાપી સંસ્થા ગજેરા દ્વારા યોજાયેલ ડાભા મિશ્ર શાળા ખાતે સ્તનપાન સપ્તાહની ઊજવણી આતાપીના સી ઈ ઓ ડોકટર નંદીની શ્રીવાસ્તવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં સીડીપીઓ નીનાબહેન,આતાપી પ્રોગ્રામ ડાયરેકટર ચંદ્રીકાબેન, પ્રોગ્રામ મેનેજર લીના વૈદ્ય,હેલ્થ કોર્ડિનેટર રેવતી પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
આતાપી ફાઉન્ડેશન ભરૂચ જીલ્લામાં જંબુસર અને અંકલેશ્વર બ્લોકના ૫૩ ગામોમાં કાર્યરત છે.જેના દ્વારા મહિલા સશક્તિકરણ કુદરતી સંસાધન વ્યવસ્થાપન અને સંરક્ષણ કૃષિ તથા પશુપાલન જેવા આજીવીકાના પરંપરાગત સ્ત્રોતોને વધારવા અને આજીવીકાના વૈકલ્પિક સ્રોતો વિકસાવવાની પદ્ધતિઓને પ્રોત્સાહિત કરે છે.આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા સ્તનપાન સપ્તાહની ઊજવણી કરવામાં આવી હતી.જેમા પ્રાર્થના દિપ પ્રાગટ્ય ઉપસ્થિતો દ્વારા કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.
બાળકના જન્મ બાદ એક કલાકમાં સ્તનપાન કરાવવું જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.છ માસ સુધી બહારનો કોઈ પણ ખોરાક કે અન્ય કોઈ ચીજ આપવાની નહીં,આંગણવાડી દ્વારા આપવામાં આવતો માતૃશક્તિ ખોરાકનો ઉપયોગ સગર્ભા માતા એ કરવો જોઈએ,માતા તંદુરસ્ત હશે તો બાળક તંદુરસ્ત રહેશે અને સમાજ પણ તંદુરસ્ત રહેશે તેમ સીડીપીઓ નીનાબહેને પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ.
પ્રોગ્રામ ડાયરેકટર ચંદ્રીકાબેને પોતાના ઉદબોધનમાં આતાપી સંસ્થા બાર વર્ષથી દસ હજાર લોકો સાથે કામ કરે છે.
ખેડૂતો,બહેનો,દિવ્યાંગો,પશુપાલન,પાણી,પર્યાવરણ સાથે કાર્ય કરે છે.૩૦૦૦ જેટલી બહેનો સ્વસહાય જૂથ સાથે જોડાઈ સ્ત્રી સશક્તિકરણનું કાર્ય થઈ રહ્યું છે આ સહિત આતાપી અંગે સવિસ્તાર આંકડાકીય માહિતી આપી હતી.
આરોગ્ય સાખી શાયના ભટ્ટીએ ફ્લીપ બુક દ્વારા સ્તનપાન થકી બાળક અને માતાને થતા ફાયદા ,માતાએ બાળકને સ્તનપાન કેવી રીતે કરાવવું,માતાએ બાળકને બે વર્ષ સુધી સ્તનપાન કરાવવું ,ઉપરનું દૂધ,મધ અને પાણી આપવું જોઈએ નહીં,સ્તનપાન દ્વારા બાળકને કુદરતી પોષણ મળે છે.સ્તનપાન થકી સુરક્ષા આપણી જવાબદારી તેમ સમજાવ્યું હતું.
આ સહિત ઉપસ્થિત બહેનોને સ્તનપાન અને કુપોષણ અંગેની ટૂંકી વિડિયો ફિલ્મ શો દ્વારા સગર્ભા,ધાત્રીમાતાઓને વિશેષ માહિતી આપવામાં આવી હતી.સદર કાર્યક્રમનું સફળ સંચાલન રેવતી પ્રજાપતિ દ્વારા કરાયું હતું.કાર્યક્રમમાં આંગણવાડી વર્કર,તેડાઘર સહિત બહેનો હાજર રહ્યા હતા.