આત્મનિર્ભર યોજના થકી લોન મળતાં જીવનમાં આગળ વધવાની આશા બંધાઈ છે :અરૂણભાઈ યાદવ

આત્મનિર્ભર યોજના અંતર્ગત આણંદના દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલ અરૂણભાઈને રૂા.૧ લાખની લોન મળી કોરોના કાળમાં આત્મનિર્ભર યોજનાએ ખરા અર્થમાં નાના ધંધાદારીઓને આત્મનિર્ભર બનાવ્યા
આણંદ: કહેવાય છે ને કે જ્યારે તમારા બધાજ દરવાજા બંધ થઈ જાય ત્યારે ભગવાન જરૂર એક દરવાજો ખોલે છે જેના થકી તમારું જીવન તરી જાય છે અહીં આવી જ વાત છે આણંદના જૂના રસ્તા પર છેલ્લા ૧૩ વર્ષથી દરજીકામ કરી પોતાનું અને પરિવારનું જીવન ધોરણ ચલાવતા અરૂણભાઈ યાદવની.
સમગ્ર દેશ અને વિશ્વમાં જ્યારે કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે દેશમાં અને રાજયમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધે નહીં તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉનને અમલી બનાવવામાં આવ્યં હતું. જેના કારણે અરૂણભાઈ યાદવ જેવા અનેક નાના ધંધાદારીઓના ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા.
પરંતુ રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આવા નાના ધંધાદારીઓ માટે ફરી પાછા બેઠા થાય અને આત્મનિર્ભર બને તે માટે સંવેદનશીલ નિર્ણય લઈને આત્મનિર્ભર સહાય યોજના અમલમાં લાવવામાં આવી જેનો લાભ નાના ધંધાદારીઓને મળ્યો જેમાં અરૂણભાઈ યાદવને પણ મળ્યો.
આ અંગે વાત કરતા અરૂણભાઈ જણાવે છે કે, રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાયની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ યોજનાનાં લાભ લેવા માટેના ફોર્મ વિતરણની જાહેરાત થતા હું આણંદની સરદાર ગંજ મર્કંટાઈલ કો.ઓ. બેંક લી. માં પહોંચ્યો હતો જ્યાંથી મેં લોન વિશે માહિતી મેળવીને ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને લોન મેળવવા માટે અરજી કરી હતી. જે બાદ મારી અરજી સ્વીકારાતા મને આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂા. ૧ લાખની લોન મળી છે.
આત્મનિર્ભર યોજના અંતર્ગત સહાય મળતા અરૂણભાઈ યાદવ જણાવે છે કે, કોરોના વાઈરસના કારણે જે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે અંદાજે ૨ મહિના જેટલા સમય સુધી દુકાન બંધ રહી હતી જેના કારણે મારો ધંધો રોજગાર સાવ બંધ થઈ ગયો હતો અને પરીવારનું ગુજરાન ચલાવવામાં પણ ખૂબ જ તકલીફ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ મુખ્ય મંત્રીશ્રી દ્વારા આત્મનિર્ભર યોજના જાહેર કરી જેથી જીવનમાં આગળ વધવાની અને ફરીવાર બેઠા થવાની આશા બંધાઈ છે.
અરૂણભાઈ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા કહે છે કે, માત્ર ૨ ટકાના નજીવા દરે અને ૬ મહિના સુધી કોઈ પણ પ્રકારનો હપ્તો ન ભરવાનો હોઈ રાહત પણ મળશે અને આ લોનને કારણે અમે ફરી એકવાર આત્મનિર્ભર બની રહ્યા છીએ અને આર્થિક રીતે ટેકો પણ મળ્યો છે.
આમ, ગુજરાતની સંવેદનશીલ સરકારની આત્મનિર્ભર સહાય યોજનાએ સાચા અર્થમાં કેટલાય પરીવારોને લોન આપીને પુનઃ બેઠા કરીને તેઓને આત્મનિર્ભર બનાવ્યા છે.