આત્મા પ્રોજેક્ટ માર્ગદર્શન તળે ચાગોદના ખેડૂત દ્વારા પ્રકૃતિક ગવારનું વાવેતર
ઘણા વર્ષોથી ખેડૂતોએ શાકભાજી તથા અનાજના વધુ અને ઝડપી ઉત્પાદન માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતાં લોકોના શારીરિક સ્વાસ્થ્ય પર તેની અવળી અસરો જોવા મળી છે.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીના ઉપયોગ પર વધુ ભાર મૂકી મુકેલ છે. અને આત્મા પ્રોજેક્ટ ખેડબ્રહ્મા દ્વારા આસપાસના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તાલીમ કેન્દ્રો કરી સમજાવતાં કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
તે પૈકી ખેડબ્રહ્મા તાલુકાના ચાંગોદ ગામના ખેડૂત બચુભાઈ રાયચંદભાઈ એ તેમના ખેતરમાં છેલ્લા બે વર્ષથી કેમિકલ અને ફર્ટિલાઇઝર ખાતર નો ત્યાગ કરીને ગાય આધારિત એટલે કે જીવામૃત બીજામૃત અને ગંજી અમૃત થકી શુદ્ધ પ્રાકૃતિક ખેતી દ્વારા શાકભાજી ગવાર પાકનું ઉનાળુ વાવેતર કરેલ છે.