આથિયા શેટ્ટીની સાથે ડિનર પાર્ટી પર ગયો કેએલ રાહુલ
મુંબઈ, ક્રિકેટ ટીમ ઈન્ડિયાનો પ્લેયર કેએલ રાહુલ અને તેની કથિત ગર્લફ્રેન્ડ બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીનો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોગ્રાફને રોબિન ઉથપ્પાની પત્ની શીતલે શેર કર્યો છે જે હાલ મુંબઈમાં છે. આ ફોટોગ્રાફમાં રોબિન ઉથપ્પા અને તેની પત્ની શીતલ સહિત એક્ટ્રેસ આથિયા શેટ્ટી, કેએલ રાહુલ અને તેની બહેન ભાવના જાેવા મળી રહ્યા છે. રોબિન ઉથપ્પાની પત્ની શીતલે આ ફોટોગ્રાફ શેર કરતા લખ્યું કે હું મારા શાનદાર મિત્રોની સાથે મોટી થઈ છું, જે શરૂઆતથી મારા પરિવારની માફક રહ્યા છે. અને હું નસીબદાર છું કે આવો પરિવાર મારી પાસે છે જે જીવનના દરેક તબક્કે આગળ વધી રહ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ વચ્ચેની રિલેશનશિપના સમાચાર છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે. પરંતુ, તેઓ બંનેએ ક્યારેય પણ પોતાના સંબંધો પર ખુલીને ચર્ચા નથી કરી પણ તેઓ ઘણીવખત આઉટિંગ્સ અને ડિનર ડેટ પર જાેવા મળે છે. આ સાથે જ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા રહે છે.
અહીં નોંધનીય છે કે બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ હીરોથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તે ફિલ્મ મુબારકા, નવાબઝાદે અને મોતીચૂર ચકનાચૂરમાં જાેવા મળી હતી. આથિયા શેટ્ટીની ફિલ્મો બોલિવૂડમાં કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી.SSS