આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરે વાપી વિસ્તારમાં પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજી
વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે વાપી સર્કિટ હાઉસ ખાતે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ અવસરે આદિજાતિ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, લોકોને ફાયદો થાય અને તેમના પ્રશ્નોનું તેમના નજીકના સ્થળેથી નિરાકરણ થાય તે માટે આજે લોકપ્રશ્નોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, દમણગંગા નહેર વિભાગ, નગરપાલિકા, જી.આઇ.ડી.સી. સહિત વિવિધ વિભાગોને લગતા ૧૭ જેટલા રજૂ થયેલા પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટે સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. વન અધિકાર ધારા હેઠળ જેમણે અરજી કરવાની બાકી હોય તે સત્વરે કરી દેવા જણાવ્યું હતું. આ બેઠકમાં વાપી નગરપાલિકા ચીફ ઓફિસર દર્પણ ઓઝા, સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ, અરજદારો હાજર રહયા હતા.