Western Times News

Gujarati News

આદિજાતિ વિકાસ રાજ્યીમંત્રી રમણલાલ પાટકરના હસ્તેન કરમબેલા ખાતે આદિજાતિ ખેડૂતોને ખાતર વિતરણ કરાયું

માહિતી બ્યુંરો: વલસાડઃ તા.૨ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા ખાતે જી.એચ.સી.એલ. ફાઉન્ડેબશન ટ્રસ્ટન, ભિલાડ તેમજ હોમ ટેક્ષ્ટાઇલ ડીવીઝનના ઉપક્રમે ટકાઉ ખેતી પ્રોજેકટ અંતર્ગત ભિલાડ, કરમબેલી, વલવાડા, બોરલાઇ, અચ્છાટરી અને નાહુલી મળી કુલ સાત ગામના ૩૧૦ આદિજાતિ ખેડૂતોને વિના મૂલ્યેં ખાતર અને બિયારણ વિતરણનો કાર્યક્રમ વન અને આદિજાતિ વિકાસ રાજ્યહમંત્રી રમણલાલ પાટકરની અધ્ય‍ક્ષતામાં યોજાયો હતો.

આ અવસરે વન અને આદિજાતિ વિકાસ રાજ્યયમંત્રી રમણલાલ પાટકરે જી.એચ.સી.એલ. ફાઉન્ડે શનની સેવાકીય કામગીરીની બિરદાવતાં જણાવ્યુંપ હતું કે, ખેડૂતોને આર્થિક પરિસ્થિપતિ સુધરે તેવા રાજ્યડ સરકારના પ્રયાસો રહયા છે. જેના ભાગરૂપે રાજ્યરના ખેડૂતોને કૃષિ વૈવિધ્યરકરણ યોજના હેઠળ રાહતદરે બિયારણ અને ખાતર આપવાનું આયોજન કર્યું છે.

મંત્રીશ્રીએ રાજ્યય સરકારની વિવિધ યોજનાકીય જાણકારી આપી તેનો લાભ લઇ પોતાનો વિકાસ સાધવા જણાવ્યું હતું. કૃષિ મહોત્સિવના આયોજન થકી રાજ્યીના ખેડૂતોને કૃષિ તજજ્ઞો, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી આધુનિક ખેતીની જાણકારી થકી આજે રાજ્યતના ખેડૂતો મબલખ ખેત ઉત્પાઞદન મેળવી રહયા છે,

જેનો યશ હાલના વડાપ્રધાન નરેન્દ્રજભાઇ મોદીના ખેડૂતલક્ષી પ્રયાસોને જાય છે. લોકડાઉનમાં રાજ્યહનો કોઇ વ્યજક્તિઆ ભૂખ્યોપ ન રહે તે માટે સંબંધિત રેશનકાર્ડધારકોને અગાઉ ત્રણ માસ સુધી વિનામૂલ્યે અન્ન આપવામાં આવ્યું્ હતું, જે હજુ બીજા ત્રણ મહિના સુધી આપવાનું આયોજન કરાયું છે. કોરોના મહામારી જેવી મોટી આપત્તિ સામે રક્ષણ મેળવવા સૌના સહયોગની અપેક્ષા વ્યરક્ત. કરી કોરોના અંગે રાજ્યી-કેન્દ્રં સરકારે સૂચવેલી માર્ગદર્શિકાનું ચુસ્તનપણે અમલ કરવા અનુરોધ કર્યો હતો.

જી.એચ.સી.એલ.ના મહેન્દ્રિભાઇ સોલંકીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી તેમની સંસ્થાસ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની વિસ્તૃ.ત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુંય હતું કે, આજે ખાતરની સાથે સરગવો, કંટોલા, દૂધી જેવા સાત પ્રકારના બિયારણો પણ ખેડૂતોના ઘર ઉપયોગ માટે આપવામાં આવ્યા છે.

આ અવસરે જી.એચ.સી.એલ. ફાઉન્ડેપશન ભિલાડના રાજેશભાઇ, અસિમતાબેન, અગ્રણી પિયૂષભાઇ શાહ, બોરીગામના કેતનભાઇ નંદવાણા, સુનિતાબેન સહિત લાભાર્થીઓ હાજર રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.