આદિજાતિ વિસ્તારમાં મેડિકલ ઓફિસરે અશક્ય હોય તેવું કામ કરી બતાવ્યું
સરકારી દવાખાનામાં સેવા-સ્વચ્છતા અને નિષ્ઠા ઉમેરાતા દર્દીઓની સંખ્યા વધી
ખેરોજ પ્રાથમિક કેન્દ્રમાં વર્ષે ૭૦ પ્રસૂતિ થતી હતી ત્યાં આજે મહિને ૭૯ પ્રસૂતિ સલામત રીતે થઈ રહી છે
ખેરોજ, સરકારી દવાખાનાનું નામ પડે એટલે સ્વાભાવિક છે, નાકનું ટેરવું ચડી જાય ત્યાંની સેવા, તબીબ અને સ્ટાફ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ વર્તાવે એવું માનવું જ અશક્ય બની જાય પરંતુ આનાથી વિપરીત જાે તમે દવાખાનામાં પ્રવેશોને તેમને સારી સારવાર મળે અને સ્વાસ્થ્ય થઈને ઘરે જાવ તો ચોક્કસ નવાઈ લાગે. જી
, હા આવું જ એક આરોગ્ય કેન્દ્ર છે. સાબરકાંઠા, જિલ્લાના આદિજાતિ વસ્તી ધરાવતા ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર.
જ્યાં અગાઉ વર્ષમાં માત્ર ૭૦ જેટલી પ્રસૂતિ આ કેન્દ્રમાં થતી તેની સામે આજે મહિને 79થી વધુ પ્રસૂતિ આ આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવે છે. અઠવાડિયાના સાતે દિવસ ચોલીસ કલાક આ આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ હોય છે.
આ બધા પરિવર્તનનું કારણ છે, ત્યાંના મેડિકલ ઓફિસર ડી.શીતલકુમાર ચારેલ.અલ્પ શિક્ષિત એવા આ વિસ્તારમાં રૂઢીગત કુરિવાજાે અને અંધશ્રદ્ધાઓના કારણે મોટાભાગે દાયણ દ્વારા ઘરે જ પ્રસૂતિ કરાવવામાં આવતી હતી. જેના લીધે ઘણીવાર પ્રસૂતાઓ અકાળે મોતને ભેટતી હતી
પરંતુ ડો.ચારેલ અને તેમની આરોગ્યની ટીમ આશા બહેનો, એ.એન.એમ.દ્વારા ઘરે ઘરે જઈને લોકોને સમજાવામાં આવ્યા, સગર્ભા બહેનોનું અને માતાઓનું ખાસ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. સતત સંપર્ક અને સમજૂતિના પરિણામે મહિલાઓમાં જાગૃતિ આવી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા થયા અને સંસ્થાકીય પ્રસૂતિ માટે આવતા થયા.
જેને પરિણામે આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ હવે આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ કરાવે છે. હાલમાં આદિજાતિ વિસ્તાર ગણાતા ખેડબ્રહ્માના ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિનાની ૭૦થી વધુ પ્રસૂતિઓ કરવામાં આવે છે.