આદિત્યએ આખરે સીરિયલ ઈમલીનો સાથ છોડ્યો
મુંબઇ, ગશ્મીર મહાજની, સુંબુલ તૌકીર ખાન અને મયૂરી દેશમુખ સ્ટારર સીરિયલ ‘ઈમલી’માં એક પછી એક ટિ્વસ્ટ આવી રહ્યા છે. આ શો ટીઆરપી લિસ્ટમાં પણ કમાલ કરે છે. શોને સારી સફળતા મળી હોવા છતાં શોના લીડ એક્ટરે તેને અલવિદા કહેવાનો ર્નિણય કર્યો છે.
છેલ્લા ખાસ્સા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, મરાઠી સિનેમામાંથી ટીવીની દુનિયામાં પગ મૂકનાર એક્ટર ગશ્મીર મહાજની ‘ઈમલી’ને અલવિદા કહી દેશે. હવે મળતી માહિતી પ્રમાણે, શોમાં આદિત્ય ત્રિપાઠીનો રોલ કરતાં ગશ્મીરે શો છોડવા માટેનું દસ્તાવેજી કામ પણ પૂરું કરી લીધું છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે, આ રાતોરાત નથી બન્યું. હકીકતે ગશ્મીરે થોડા અઠવાડિયાઓ પહેલા જ પેપર વર્ક પૂરું કરી નાખ્યું હતું. ગશ્મીર શોનો મુખ્ય કલાકાર છે અને શોનો ટ્રેક તેને અને ફિમેલ લીડ સુંબુલ તૌકીરને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો હોવાથી મેકર્સ તેને સમજાવવાની ખૂબ કોશિશ કરી રહ્યા હતા.
પરંતુ પ્રોડ્યુસર ગુલ ખાન ગશ્મીરની કેટલીક શરતો માનવા તૈયાર નહોતા જેના કારણે તેને સમજાવવા માટે કરેલા પ્રયત્નો પણ વેડફાઈ ગયા. ગશ્મીરે શો છોડવાનો ર્નિણય કેમ કર્યો તે અંગે માહિતી આપતાં સૂત્રોએ વધુમાં કહ્યું, શૂટિંગના પહેલા દિવસથી જ સ્પષ્ટ હતું કે ગશ્મીર ‘ઈમલી’ની સાથે મરાઠી ફિલ્મો અને વેબ સીરીઝના શૂટિંગ પણ કરશે.
આ મુદ્દે શોના મેકર્સે હામી ભરી હતી. પરંતુ શોની વાર્તા આગળ વધી અને તે દર્શકોને પસંદ આવવા લાગી ત્યારે ગશ્મીરને આ શોના શૂટિંગના લીધે બીજા પ્રોજેક્ટ જતાં કરવા પડ્યા. કથિત રીતે તે ‘ઈમલી’ માટે મહિનાના ૧૦ દિવસ ફાળવતો હતો જે તેની સીકવન્સ માટે અપૂરતા હતા.
ઘણી ચર્ચાઓ બાદ ગશ્મીરે આખરે શો છોડી દીધો. જાન્યુઆરીના મધ્યમાં ‘ઈમલી’ના સેટ પર ગશ્મીરનો છેલ્લો દિવસ હશે. ગશ્મીરે શો છોડી દેતાં ‘ઈમલી’ના મેકર્સ આદિત્યના રોલ માટે નવા એક્ટરની શોધ શરૂ કરી દીધી છે. રિપોર્ટનું માનીએ તો, એક એક્ટરનું નામ ફાઈનલ પણ કરી દેવાયું છે. દરમિયાન હવે શોનું ફોકસ ગશ્મીર પરથી હટાવીને નવી એન્ટ્રી પર થશે.SSS