આદિત્યનાથ ભાજપમાં હિન્દુત્વનો બીજાે સૌથી મોટો ચહેરો બની ગયા
નવીદિલ્હી, દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો આવી ચૂક્યા છે અને ભાજપની ચાર રાજ્યોમાં મોટી જીત થઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પણ ચૂંટણી જીતતા કદ વધી રહ્યું છે. યોગી પહેલા રાજા બન્યા અને આ જીત બાદ હવે તેઓ સમ્રાટ લાગવા લાગ્યા છે.
ચાલો જાણીએ કે યોગી હવે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પછી ભાજપના ત્રીજા સૌથી મોટા નેતા બની ગયા છે?
અત્યાર સુધી બીજેપીમાં નંબર ૧ અને નંબર ૨ની પોઝીશન પર બે મોટા નેતાઓ બિરાજમાન હતા. નંબર ૧ પર પીએમ મોદી અને નંબર ૨ પર અમિત શાહ હતા. રાજનીતિથી લઈને સામાન્ય બોલાચાલીની ભાષામાં કહેવામાં આવતું હતું કે ભાજપમાં મોદી અને શાહનો અર્થ નંબર ૧ અને નંબર ૨ છે. ત્યારબાદ બાકીના તમામ નેતાઓ એક સમાન છે.
એટલે કે ભાજપમાં નંબર ૩ માટે કોઈ સ્થાન નહોતું. પરંતુ ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામોએ યોગી આદિત્યનાથને એવી સ્થિતિમાં લાવી દીધા છે કે તેમને મોદી અને અમિત શાહ પછી પાર્ટીમાં નંબર ૩ કહેવામાં આવી રહ્યા છે. રાજનીતિમાં યોગી આદિત્યનાથ માટે એક વાત કહેવામાં આવી રહી છે કે હવે તેમના પગમાં મુખ્યમંત્રીના પગરખાં નાના પડવા લાગ્યા છે.
આજે મોદી પછી યોગી આદિત્યનાથ ભાજપમાં હિન્દુત્વનો બીજાે સૌથી મોટો ચહેરો છે. અટલ બિહારી વાજપેયીના સમયે લાલકૃષ્ણ અડવાણી હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો હતા. પછી અડવાણીએ સેકુલર દેખાવાનો પ્રયાસ કર્યો અને મોદી હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો બની ગયા અને મોદીએ વડાપ્રધાન બન્યા પછી સબકા સાથ સબકા વિશ્વાસનો નારો આપ્યો, ત્યારે યોગી હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો બની ગયા છે.
યોગી બીજેપીના અન્ય મુખ્યમંત્રીઓથી ઘણી રીતે અલગ છે. ભલે ચૂંટણી ત્રિપુરામાં હોય અથવા તો દક્ષિણ ભારતના કેરળમાં, તેમને ભાજપના સ્ટાર પ્રચારક બનાવીને તમામ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. મોદીની જેમ યોગી પર ક્યારેય એવો આરોપ ન લગાવી શકાય કે તેઓ પોતાના પરિવાર અને અંગત સ્વાર્થ માટે રાજકારણમાં આવ્યા છે. બંને નેતાઓની રાજનીતિ સંપૂર્ણ રીતે દેશને સમર્પિત છે.
એટલે કે મોદી માટે તેમનો પરિવાર, તેમની મૂડી અને તેમનું જીવન, માત્ર આ દેશ છે. એ જ રીતે યોગી પણ એવા જ દેખાઈ રહ્યા છે.
યોગી આદિત્યનાથની ઉંમર ૪૯ વર્ષની છે. તેઓ કોંગ્રેસના સૌથી યુવા નેતા કહેવાતા રાહુલ ગાંધી કરતા પણ બે વર્ષ નાના છે.
રાહુલ ગાંધી ૫૧ વર્ષના છે. જ્યારે બીજેપીમાં નંબર ૧, વડાપ્રધાન મોદી ૭૧ વર્ષના અને નંબર ૨ અમિત શાહ ૫૭ વર્ષના છે. બીજી બાબત એ છે કે કોઈપણ પક્ષમાં નેતાનું કદ તેના અનુભવ અને તેના કાર્યક્ષમ નેતૃત્વથી જાણી શકાય છે. ૨૦૧૭ પહેલા યોગી આદિત્યનાથની છબી હિન્દુત્વના ફાયરબ્રાન્ડ નેતાની હતી.
પરંતુ ઉત્તર પ્રદેશમાં ૫ વર્ષ સુધી સરકાર ચલાવીને અને પછી ફરીથી આવી અદ્ભુત રીતે પરત ફરીને તેમણે પોતાની જાતને એક સક્ષમ પ્રશાસક તરીકે પણ સ્થાપિત કરી છે. આ છબી વડાપ્રધાન મોદી દ્વારા એક સમયે બનાવવામાં આવી હતી, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને તેમના નેતૃત્વમાં ભાજપે ૩ વિધાનસભાની ચૂંટણીઓ જીતી હતી.HS